હા, પાકિસ્તાનમાં આતંકી જૂથો સક્રિય છે : ઈમરાન ખાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-24 13:52:31
  • Views : 443
  • Modified Date : 2019-07-24 13:52:31

આતંકને પાળી પોષીને ઉછેરતું પાકિસ્તાન દુનિયાભરમાં બદનામ છે. ત્યારે હવે ખુદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનની ધરતી પર આતંકી જૂથો સક્રિય હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. અમેરિકામાં કેપિટલ હિલ રિસેપ્શનને સંબોધિત કરતા ઇમરાન ખાને જણાવ્યું કે પાકિસ્તાનમાં 40 જેટલા આતંકી સંગઠનો ચાલી રહ્યા હતાપરંતુ અગાઉની સરકારોએ છેલ્લા 15 વર્ષોમાં આ મુદ્દે અમેરિકાને સાચી જાણકારી ક્યારેય આપી જ નહીં. આ ઉપરાંત ઇમરાન ખાને પુલવામા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.ઇમરાન ખાને જણાવ્યું કે પુલવામા હુમલામાં સ્થાનિક આતંકીઓનો હાથ છે. તેમણે કહ્યું કે પુલવામા હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી. જેના કારણે પાકિસ્તાન સમગ્ર દુનિયામાં બદનામ થયું.

Download Our B K News Today App



Related News