ફિલ્મ ‘પાનીપત’એ પાકિસ્તાન સુધી મચાવ્યું ઘમાસાણ, ઇમરાનના મંત્રીના નિવેદનથી વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 14:36:01
  • Views : 1400
  • Modified Date : 2019-11-22 14:38:08

ફિલ્મ ‘પાનીપત’ રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં આવી ગઈ છે. ‘પાનીપત’નાં ટ્રેલર બાદ ફિલ્મ પર અફઘાનિસ્તાનનાં લોકોએ આપત્તિ દર્શાવ્યાનું સામે આવ્યું છે, પરંતુ હવે પાકિસ્તાને પણ આ ફિલ્મને લઇને વાંધો ઉઠાવ્યો છે. હવે પાકિસ્તાન સરકારનાં મંત્રીએ ફિલ્મ ‘પાનીપત’ને લઇને કહ્યુ છે કે આ ફિલ્મમાં ઇતિહાસ સાથે છેડછાડ થઈ છે. 

વિવાદાસ્પદ નિવેદનોને લઇને ચર્ચામાં રહેતા પાકિસ્તાનનાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ ફિલ્મ ‘પાનીપત’ પર પ્રશ્ન ઉઠાવ્યો છે.

રિલીઝથી પહેલા ફવાદ ચૌધરીએ કહ્યું કે આમાં મુસલમાન શાસકને જાલિમ બતાવવા માટે ઇતિહાસને તોડી-મરોડી દેવામાં આવ્યો છે. ચૌધરીએ ટિ્‌વટમાં કહ્યુ કે, ‘જ્યારે બેવકૂફ લોકો આરએસએસની વિચારધારા અંતર્ગત ઇતિહાસને ફરીથી લખે છે તો પછી તેમનાથી આવાની જ આશા કરી શકીએ છીએ. જુઓ, આગળ-આગળ શું થાય છે.’ તો ફિલ્મનાં ટ્રેલર બાદ ભારતમાં અફઘાનિસ્તાનનાં પૂર્વ રાજદૂત ડા. શાઇદા અબ્દાલીએ ચિંતા વ્યક્ત કરી છે.

તેમણે ટિ્‌વટ કરીને લખ્યું કે, ‘ભારતીય ફિલ્મો ભારત-અફગાનિસ્તાન સંબંધમાં મજબૂત ભૂમિકા નીભાવતી રહી છે. મને આશા છે કે ફિલ્મ પાનીપત આપણા પરસ્પરનાં ઇતિહાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હશે.’ રિપોટ્‌ર્સનું કહેવું છે કે અફઘાનિસ્તાનનાં લોકોનું માનવું છે કે ફિલ્મમાં ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યો છે. ભારતમાં અફઘાનિસ્તાનનાં રાજદૂત તાહિર કાદરીએ કહ્યું છે કે, “આ મામલે હું ભારત સરકારનાં સંપર્કમાં છું અને તેમના સુધી અફઘાનિસ્તાનનાં લોકોની ચિંતા પહોંચાડવામાં આવી રહી છે.”

ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટર આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’ અફઘાનિસ્તાનનાં બાદશાહ અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓની વચ્ચે પાનીપતમાં થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અબ્દાલીની ભૂમિકા સંજય દત્ત નીભાવી રહ્યા છે, જ્યારે મરાઠા સરદાર સદાશિવ ભાઊની ભૂમિકા અર્જુન કપૂર નીભાવી રહ્યો છે. ફિલ્મ ‘પાનીપત’ ૬ ડિસેમ્બરનાં રિલીઝ થશે. 


Download Our B K News Today App



Related News