રાહુલ ગાંધીએ પાકિસ્તાનને પહેલી વખત ....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 12:49:18
  • Views : 658
  • Modified Date : 2019-08-28 12:49:18

કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલ કોંગ્રેસ હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયું છે. કાશ્મીર પર સરકારના નિર્ણય પર વિરોધી રૂખ અખત્યાર કરનાર રાહુલ ગાંધી એ પણ સૂર બદલી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલે સરકાર વિરોધી વલણમાં નરમાઇ દેખાડતા આજે સ્પષ્ટતા કરી કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને તેમાં પાકિસ્તાન કે બીજા કોઇ દેશને દખલ કરવાની જગ્યા નથી. આપને જણાવી દઇએ કે કાશ્મીર પ્રવાસથી પાછા ફરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટ કરી હતી કે તેમને એ બર્બરતાનો અહેસાસ થયો જેનો કાશ્મીરી ઝીલી રહ્યા છે.રાહુલના આ નિવેદનો પાકિસ્તાન ઉપયોગ પણ કરવા લાગ્યું છે. તેમની આ ટ્વીટને ત્યાંની ન્યૂઝ વેબસાઇટ પર પ્રમુખતાથી દેખાડી રહ્યા હતા. ત્યાં પાકિસ્તાનના મંત્રી સુદ્ધાં રાહુલને ઇજ્જત ન મળવાનો મુદ્દો બનાવી રહ્યા છે. કાશ્મીરમાં સ્થિતિને લઇ પાકિસ્તાનના મીડિયા અને ઇમરાન સરકારના મંત્રી નકલી સમાચારના આધાર પર દુષ્પ્રચાર કરી રહ્યા છે. રાહુલ 12 વિપક્ષી દળોના નેતાઓના પ્રતિનિધિમંડળની સાથે શ્રીનગર ગયા હતા ત્યાં તેમને એરપોર્ટ પર ઉતરતા જ રોકી લેવાયા અને દિલ્હી પાછા મોકલી દેવાયા હતા.

Download Our B K News Today App



Related News