પાકિસ્તાને આતંક માટે કેમ ગુજરાતને બનાવ્યું સોફ્ટ ટાર્ગેટ, એવું તે શું છે અહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-30 12:16:00
  • Views : 644
  • Modified Date : 2019-08-30 12:16:00

પાણીની અંદર હુમલો કરવામાં સક્ષમ પાકિસ્તાન ટ્રેનર ‘કમાન્ડો’ કચ્છની ખાડીની પાસેથી ઘૂસવાની ફિરાકમાં હોવાની કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપ્યા બાદ શુક્રવારના રોજ ગુજરાતના દરિયાકિનારાને હાઇ એલર્ટ જાહેર કરી દેવાયો છે. ગુપ્ત મળતી માહિતી પ્રમાણે આ કમાન્ડો સરક્રીક વિસ્તારમાં ‘હરામી નાળા’ દ્વારા ભારતમાં પ્રવેશ કરી શકે છે. કાશ્મીરના મુદ્દા પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલ તણાવની વચ્ચે આ ‘નાપાક’ ચાલથી છૂટવા માટે તમામ બંદર અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોની સુરક્ષા વધારી દીધી છે. આવો જાણીએ શું છે ‘હરામી નાળા’ અને કેમ ગુજરાત છે નિશાના પર 


‘હરામી નાળા’ નામ કેવી રીતે અને કેમ પડ્યું?

હરામી નાળા ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને વહેંચતી 22 કિલોમીટર લાંબી સમુદ્રી ચેનલ છે. આ બંને દેશોની વચ્ચે સર ક્રીક વિસ્તારની 96 કિલોમીટર વિવાદાસ્પદ સરહદનો હિસ્સો છે. 22 કિલોમીટર હરામી નાળા ઘૂસણખોરો અને તસ્કરો માટે સ્વર્ગ સમાન છે. તેના લીધે તેનું નામ ‘હરામી નાળા’ રખાયું છે. અહીં પાણીનું સ્તર ભરતી-ઓટ અને હવામાનના લીધે સતત બદલાતું રહે છે. આથી ખૂબ જ ખતરનાક પણ મનાય છે.

એવું કહેવાય છે કે 2008મા પાકિસ્તાની આતંકવાદીઓએ ભારતીય માછલી પકડનાર હોડી ‘કુબેર’ને સર ક્રીકના તટ પરથી જ જપ્ત કરી અને ત્યાંથી તેઓ ગુજરાત આવ્યા અને મુંબઇ પર હુમલો કર્યો. આ વિસ્તારમાં મોટાભાગે પાકિસ્તાનની ખાલી પડેલી હોડીઓ જપ્ત કરાય છે. હરામી નાળાની અંદર માછલી પકડા પર પ્રતિબંધ છે પરંતુ તેની અંદર ઝીંગા માછલી અને રેડ સૈમેન માછલી જોવા મળે છે જેની ખૂબ માંગ છે. તેના લીધે આ નાળું ભારત અને પાકિસ્તાન બંને માછીમારો માટે પસંદગીની જગ્યા મનાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મુંદ્રા, દીન દયાળ પોર્ટની સુરક્ષા વધારી દેવાઇ

દીનદયાળ (કંડલા) પોર્ટ અને અદાણી દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ અને રજ્ય સરકારને આપેલી ગુપ્તચર માહિતીના મતે પાકિસ્તાન ટ્રેનર્સ કમાન્ડો હરામી નાળા, ખાવડા કે નજીકના વિસ્તારમાંથી ભારતમાં પ્રવેશ કરી શકે છે. આ એલર્ટ એવા સમય પર આવ્યું છે જ્યારે જમ્મુ-કાશ્મીરને ખાસ રાજ્યનો આપવામાં આવેલો દરજ્જો ખત્મ કર્યા બાદ પાકિસ્તાન પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યું છે. આની પહેલાં 27મી ઑગસ્ટના રોજ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે ગુપ્તચર માહિતીના હવાલે કહ્યું હતું કે જૈશ-એ-મોહમ્મદે પોતાની એક સમુદ્રી વિંગ બનાવી છે અને આતંકવાદીઓને પાણીની અંદર હુમલો કરવાની ટ્રેનિંગ આપી રહ્યું છે.

દરિયા કિનારાના વિસ્તારોની સુરક્ષા વધારાઇ

આપને જણાવી દઇએ કે કચ્છ વિસ્તારમાં કેટલીક તેલ રિફાઇનરીઓ છે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મુંદ્રા અને દીન દયાળ પોર્ટ અને કેટલાંક મોટા પાવર પ્લાન્ટ છે. આ સિવાય દ્વારકામાં ભગવાન કૃષ્ણનું વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે જ્યાં દર વર્ષે લાખો મુસાફરો આવે છે. જૈશના આતંકવાદીઓના નિશાના પર ખંભાતની ખૂબ જ વ્યસ્ત ખાડી પણ હોઇ શકે છે. ગુજરાત મેરીટાઇમ બોર્ડના મતે ખંભાતની ખાડીમાંથી અત્યારે અંદાજે 50 જહાજ પસાર થઇ રહ્યા છે. આ સિવાય કચ્છની ખાડીમાં 100 મોટા જહાજ તથા 300 હોડીઓ રહે છે.

જૈશ-એ-મોહમ્મદે કેટલાં ‘મરજીવા’ તૈયાર કર્યા

ગુપ્તચર સૂત્રોએ કહ્યું કે જૈશ એ કેટલાંક ‘મરજીવા’ તૈયાર કર્યા છે જે લાંબા અંતર સુધી તરવા માટે ટ્રેઇન કરાયા છે અને આ પાણીની અંદરથી હુમલો કરી શકે છે. તેમણે કહ્યું કે આ જ રીતે ટ્રેનિંગના લીધે તેઓ દરિયો, નદી કે સરોવરના રસ્તે મહત્વપૂર્ણ સ્થળો સુધી સરળતાથી પહોંચી શકે છે. જેથી કરીને સુરક્ષા જમીની રસ્તાથી કરાય છે, આ કમીનો આતંકી ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. તેમણે કહ્યું કે મુંબઇ હુમલા બાદ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા મજબૂત કરાઇ છે. ગુજરાત સરકારે પણ દરિયાકિનારાની સુરક્ષાને વધારી દીધી છે.

Download Our B K News Today App



Related News