ભૂખમરાની સ્થિતિમાં કોઈ સુધારો નહીં, ભારત 102મા ક્રમે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી પણ પાછળ છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 14:10:24
  • Views : 428
  • Modified Date : 2019-10-31 14:10:24

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ (GHI)એ મંગળવારે ભૂખમરા સામે લડી રહેલા 117 દેશોનો એક રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2014 પછી ભારતમાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. આ લિસ્ટમાં ભારત 102મા ક્રમે છે, જ્યારે પાડોશી દેશો પાકિસ્તાન (94મા), બાંગ્લાદેશ (88મા), નેપાળ (73મા) અને શ્રીલંકા (66મા) ભારત કરતાં વધુ સારી સ્થિતિમાં છે.

આયર્નની કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મનીની વેલ્થુંગરહિલ્ફેએ ભૂખ પર સંશોધન કર્યું
GHIની 2014માં જાહેર કરેલા રિપોર્ટમાં ભારત 76 દેશોનાં લિસ્ટમાં 55મા અને વર્ષ 2017માં 119માંથી 100મા નંબરે રહ્યું હતું. ગયા વર્ષે ભારત 119 દેશોના લિસ્ટમાં 103 નંબર પર હતું.
આ પીઅર-રિવ્યૂડ વાર્ષિક રિપોર્ટ છે, જેને આયર્લેન્ડની કન્સર્ન વલ્ડ્વાઇડ અને અને જર્મનીની વેલ્થુંગરહિલ્ફેએ સંયુક્ત રીતે પ્રકાશિત કર્યો છે. આ અહેવાલમાં બેલારુસ, બોસ્નિયા એન્ડ હરજેગોવિના અને બુલ્ગારિયા અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે છે. તેમજ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક 117મા અને યમન 116મા સ્થાને છે.

રિપોર્ટ 4 કેટેગરીમાં તૈયાર કરવામાં આવ્યો

  • ઓછું પોષણ
  • પાંચ વર્ષથી ઓછી વયના બાળકો, જેનું વજન ઉંમર પ્રમાણે ઓછું છે (ચાઇલ્ડ વેસ્ટિંગ)
  • પાંચ વર્ષથી નીચેના બાળકો, જેમની ઉંચાઈ વય કરતાં ઓછી છે (ચાઇલ્ડ સ્ટંટિંગ)
  • પાંચ વર્ષથી નીચેની ઉંમરમાં બાળ મૃત્યુદર

બંને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સંશોધન દ્વારા ચારેય કેટેગરી પર મૂલ્યાંકન કર્યાં પછી તમામ દેશોને 0થી 100 સુધીમાં અંક આપે છે. આ જ આધારે, તમામ દેશોમાં ભૂખમરાની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. આ વખતે ભારતને રિપોર્ટમાં 30.3 અંક મળ્યા છે, જે ભૂખમરોની ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે.

Download Our B K News Today App



Related News