ભારતમાં બ્લાસ્ટ કરવાની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ પર દેખાઈ રબરની નાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-12 18:24:55
  • Views : 524
  • Modified Date : 2019-09-12 18:24:55

પાકિસ્તાન વારંવાર પછડાટ ખાધા બાદ પણ ભારતની સામે કાવતરા ઘડવાની પોતાની હરકતો ચાલું જ રાખે છે. ભારતમાં નાપાક ઈરાદાઓને અંજામ આપવાનાં પ્રયાસોમાં લાગેલું છે. જે હેઠળ લાઈન ઓફ કંટ્રોલ પર રબરની નાવ તૈનાત કરી છે.જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા પ્રમાણે એલઓસી પાસે નવ જેટલી ૧૩ જેટલી નાવ જોવા મળી છે. કઠુઆ, અખનુર અને સાંબામાં આ નાવ જોવા મળી છે. આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં નદીના માર્ગેથી ઘૂસણખોરી કરવાની ફીરાકમાં છે.જેથી સુરક્ષાદળને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આતંકવાદી હુમલાને લઈને કાશ્મીર ખીણમાં પણ એલર્ટ જાહેર કરાયુ છે. સુરક્ષા એજન્સીઓને બાંદીપોરામાં લશ્કરના સાત આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. જેથી સેનાએ પેટ્રોલિંગમાં પણ વધારો કર્યો છે.




Download Our B K News Today App



Related News