વડગામમાં પહેલી રાખી દેશપ્રેમ કી કાર્યક્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:25:48
  • Views : 395
  • Modified Date : 2020-07-24 11:25:48

વડગામ તાલુકાના વિવિધ ગામોમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વડગામ તાલુકાના કાર્યકર દ્વારા મગરવાડા, ભરકાવાડા, ભલગામ, નવી નગરી, ગીડાસણ સહિત  ગામોમાં જે ભાઈઓ દેશ માટે સરહદ પર ફરજ બજાવી રહ્યા છે તે ભાઈઓને બહેનોએ શુભેચ્છા પત્ર લખી તેની સાથે રાખડી મોકલી હતી. આ રાખડીઓને પહોંચાડવા વડગામ તાલુકાના રાષ્ટ્રીય ગુજરાત રાજ્ય યુવા બોર્ડના વડગામ તાલુકાના સદસ્યો રાકેશભાઇ ચૌધરી, ડી.વી. સોલંકી, વિરજીભાઇ ચૌધરી, ચેતન ગોહિલ, વૈભાવ નાયક, આશિષ દરજી, ભાર્ગવ ચૌધરી સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Download Our B K News Today App



Related News