કોરોના સામેના તમામ પડકારોને પહોંચી વળવા તંત્ર સજ્જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:02:14
  • Views : 392
  • Modified Date : 2020-03-24 14:02:14

કોરોના સામેના તમામ પડકારોને પહોંચી વળવા તંત્ર સજ્જ

નોવેલ કોરોના સામેના તમામ પડકારોને પહોંચી વળવા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજાગ અને સજ્જ છે. બહારથી આવેલ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરિયાદ દાખલ કરી તેને સારવાર આપવા કલેકટરે અધિકારીઓને આદેશ કર્યો છે. પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ અધિકારીઓની બેઠકમાં કલેકટરે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણમાં લોકો ન આવે તે માટે આપણે ખુબ મોટી સેવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે, કોરોના સંક્રમણને અટકાવવા બહારથી આવેલ વ્યક્તિ કોના કોના સંપર્કમાં આવ્યા છે તેની વિગતવાર માહિતી રાખવાની રહેશે. તેમણે બહારથી આવતા લોકોનું સઘન ચેકિંગ કરવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, લોકડાઉનની પરિસ્થિતિ ઉભી થાય તો સરકારી ક્વોરોન્ટાઇન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ અત્યારથી તૈયાર રાખવી જરૂરી છે. સરકારી ક્વોરોન્ટાઇનમાં મેનપાવર, ભોજન વ્યવસ્થા, માસ્ક, સેનિટાઇઝેશન સહિત તમામ વ્યવસ્થા ગોઠવવામાં તેમણે જણાવ્યું હતું. કલેકટરે જણાવ્યું કે, કોરોના વાયરસની પરિસ્થિતિના કંટ્રોલ માટે આરોગ્ય વિભાગની ૩,૦૦૦ ટીમો ઘરે ઘરે ફરી સર્વે કરી રહી છે. આ ઉપરાંત કલસ્ટર અને ઘરે ઘરે ફરી તલાટી અને શિક્ષકો પણ સર્વે હાથ ધરશે. 


Download Our B K News Today App



Related News