બે દિવસમાં પાણી નહીં મળે તો 300 ખેડૂતો આત્મહત્યા કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 17:07:23
  • Views : 388
  • Modified Date : 2020-03-01 17:07:23

વાવના સરહદી ગામોના ખેડૂતોને શિયાળુ સીઝનમાં નર્મદા કેનાલના પાણી મળતું નથી. જેને લઇ ખેડૂતો વારંવાર રજૂઆતો, આવેદનપત્રો આપવા છતાં પણ કોઇ નિવેડો આવતો નથી અને જો પાણી આવે તો એક-બે દિવસ પૂરતું ફરીથી હેરાનગતી થતી હોઇ ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ના છૂટકે રાછેણાના 300 ખેડૂતોએ ગુરુવારે વાવ મામલતદારને આવેદનપત્ર આપી સામૂહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. વાવના સરહદી રાછેણા ગામના ખેડૂતો ગુરુવારે વાવ મામલતદાર કચેરી ખાતે આવી વાવ મામલતદાર કે.કે.ઠાકોરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાછેણા માઇનોર-1 અને 2 માં ચાલુ રવિ સીઝનમાં પાણી આવ્યું જ નથી. જો શનિવાર એટલે કે ત્રણ દિવસમાં પાણી નહિ મળે તો રાછેણા ગામના 300 ખેડૂતો સામુહિક આત્મવિલોપન કરીશું. કારણ કે ખેડૂતોએ ખેડ, ખાતર અને બિયારણમાં હજારોના ખર્ચાઓ કરી નાખ્યા છે અને નર્મદાના પાણી ન મળવાથી પાયમાલ થઇ ગયા છીએ. જેને લઇ દેવાદાર થતાં જઇએ છીએ, આના માટે જવાબદાર નર્મદા નિગમના અધિકારીઓ છે. જેઓ અમારા ગામ સુધી પાણી પહોંચવા દેતા નથી. જો બે દિવસમાં પાણી નહિ મળે તો અમે ખેડૂતો સામૂહિક આત્મવિલોપન કરીશું, જેની જવાબદારી નર્મદા નિગમના અધિકારીઓની રહેશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News