દારૂના ગુનાની સમયસર ચાર્જશીટ નહીં કરતા થરાદ PSI કે. જી. પરમાર સસ્પેન્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-08 12:16:14
  • Views : 1529
  • Modified Date : 2020-03-08 12:16:14

 થરાદના PSI કે જી પરમારને દારૂના ગુનામાં કોર્ટમાં સમયસર ચાર્જશીટ દાખલ ન કરતા સસ્પેન્ડ કરી દેવાયા છે.પ્રોહિબિશનના ગુનામાં નબળી કામગીરી મામલે એસપીએ કડક હાથે કામ લઇ દાખલો બેસાડવા સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. દારૂની ફરિયાદ દાખલ થયા બાદ 60 દિવસમાં ચાર્જશીટ કરવાની હોય છે. થરાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી.પરમારે સમયસર 60 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી ન હતી જેને લીધે કોર્ટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી ને જામીન આપી દીધા હતા.પ્રોહિબિશનના ગુનામાં પોલીસ કડકાઈ પૂર્વક કામ લઈ રહી છે તેવામાં કરેલી કામગીરી બાદ ચાર્જશીટ દરમિયાન રાખવાથી લાપરવાહીના પગલે એસપી લાલઘૂમ થયા હતા અને સસ્પેન્ડ કરી દીધા હતા.જેને લઈ ખળભળાટ મચી છે. આ અંગેની વિગતો આપતા એસપી તરૂણ દુગ્ગલ જણાવ્યું હતું કે " પોલીસમાં અનુશાસન જરૂરી છે. નિયમો મુજબ જે કામગીરી કરવાની હોય તેમાં લાપરવાહી સામે આવી હતી. જેને લઇ સસ્પેન્ડ કરવાનો હુકમ અત્રેથી કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News