સિવિલ, SVPમાં કોરોનાના કુલ દર્દીમાંથી 40થી 70 ટકા ગંભીર, સિવિલમાં 260, સોલા સિવિલમાં 116, SVPમાં 250 દર્દી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 14:03:29
  • Views : 309
  • Modified Date : 2020-10-26 14:03:29

              શહેરમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે, પણ હાલમાં સિવિલ, સોલા સિવિલ, એસવીપીમાં કોરોનાના સામાન્ય અને ગંભીર લક્ષણો ધરાવતાં અંદાજે 1750 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી સરકારી હોસ્પિટલોમાં 40થી 70 ટકા દર્દી ઓક્સિજન, બાયપેપ,વેન્ટિલેટર પર છે. ખાનગી હોસ્પિટલમાં ગંભીર દર્દીની સંખ્યામાં સામાન્ય ઘટાડો થયાનું જાણવા મળ્યુંં છે.સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, 1200 બેડ કોરોના હોસ્પિટલમાં હાલમાં 260 જેટલાં દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂર હોય એવા 70 ટકા દર્દી છે. જ્યારે સોલા સિવિલના આરએમઓ ડો. ઉપેન્દ્ર પટેલ જણાવે છે કે, હોસ્પિટલના અંદાજે 116 દર્દી દાખલ છે, જેમાંથી 56 એટેલે કે 50 ટકા દર્દીને ઓક્સિજન, હાઇફ્લો કેન્યુલા અને વેન્ટિલેટર પર છે.એસવીપીમાં હાલ 250 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 35થી 40 ટકા દર્દી ગંભીર ગણી શકાય, જેમને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર છે. ગત અઠવાડિયે સિવિલમાં 230 દર્દી હતા, જેમાં 30 દર્દીનો વધારો થતાં 260 થયો છે, જયારે સોલા સિવિલમાં 100 દર્દી હતા, જેમાં 16 ઉમેરાતા 116 થયાં છે. શહેરની 69 ખાનગી હોસ્પિટલોમાં ગત અઠવાડિયે 1038 દર્દી સારવાર હેઠળ હતા, જેમાં આ અઠવાડિયે 95 દર્દી વધતાં આંકડો 1105 પર પહોંચ્યો છે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં આઇસીયુ વિથ વેન્ટિલેટરની જરૂર હોય તેવાં 91 દર્દી દાખલ છે, અને 70 બેડ ખાલી છે. આઇસીયુમાં 166 અને એચડીયુમાં 411 દર્દી છે.શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 162 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 2 દર્દીના મોત થયા હતા. છેલ્લા 6 દિવસથી દર્દીના મૃત્યુનો આંક માત્ર 2 રહ્યો છે. કુલ કેસની સંખ્યા 39353 અને મૃત્યુઆંક 1874એ પહોંચ્યે છે. કેસની સમીક્ષાને આધારે નરોડા અને બોપલના બે વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે અન્ય 12 વિસ્તારને કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં હવે કુલ 92 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર છે. અમદાવાદ જિલ્લામાં લાંબા સમય પછી કેસની સંખ્યા ઘટી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં માત્ર 12 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 107 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News