ઓર્થોપેડિક સર્જને ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડ, ICUની એક ક્લિકથી માહિતી આપતી એપ બનાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 15:38:34
  • Views : 372
  • Modified Date : 2020-08-25 15:38:34

      શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી બેડ, વેન્ટિલેટર અને આઇસીયુ બેડની જાણકારી મેળવવા માટે પડતી મુશ્કેલીઓ દૂર કરવા શહેરના ઓર્થોપેડિક સર્જન ડૉ ચંદ્રેશ શર્મા અને પેઇન ફિઝિશિયન ડૉ. મોનિકા શર્મા દ્વારા એક એપ્લિકેશન ‘સ્વાસ્થમ’ બનાવવામાં આવી છે. એન્ડ્રોઇડ વર્ઝન પર ઉપલબ્ધ આ એપ્લિકેશન દ્વારા કોઇ પણ વ્યક્તિ માત્ર એક ક્લિકથી અમદાવાદમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં કેટલા બેડ,આઇસીયુ અને વેન્ટિલેટર ખાલી છે તે અંગેની સ્થિતિ જાણી શકાશે.એપ્લિકેશન અંગે વાત કરતા ડૉ. ચંદ્રેશ શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી આ એપ્લિકેશન એક્ટિવ છે. આ એપ્લિકેશનને અત્યાર સુધીમાં 800 કરતા વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. ટૂંક સમયમાં આઇઓએસ વર્ઝનમાં પણ ઉપલબ્ધ થશે.એપ્લિકેશનના અંગે વાત કરતા ડૉ. ચંદ્રેશ શર્માએ જણાવ્યું હતું કે એક દિવસ રાત્રે એક મિત્રને કોવિડ પોઝિટીવ આવ્યો અને તેને કઇ હોસ્પિટલમાં એડમિટ થવું તે માટે મદદ માંગતો ફોન આવ્યો. તે દિવસે અમે 7-8 હોસ્પિટલમાં કોલ કર્યો પરંતુ ક્યાંય જગ્યા ન હતી. જો અમને ડૉક્ટર થઇને તકલીફ પડતી હોય તો સામાન્ય વ્યક્તિને કેટલી તકલીફ પડી શકે બસ માત્ર એ વિચારથી જ આ એપ્લિકેશન બનાવવામાં આવી છે.એપ્લિકેશનનો ડેટા દરરોજ બે વાર અપડેટ કરવામાં આવે છે. આ માટે એપ્લિકેશન માટે કાર્યરત ટીમ દરરોજ દરેક ખાનગી કોવિડ હોસ્પિટલનો દિવસ દરમિયાન બે વાર સંપર્ક કરીને ડેટા અપડેટ કરે છે. ત્યારબાદ ડેટાનું વર્ગીકરણ કરીને એપ્લિકેશનમાં ડેટા અપડેટ થાય છે.એપ્લિકેશનમાં પ્રાઇવેડ કોવિડ હોસ્પિટલ, આઇસીયુ બેડ્સ, નોન આઇસીયુ બેડ, વેન્ટિલેટર, કોવિડ હોમ કેર પ્રોવાઇડર, હોમ ક્વોરેન્ટાઇન સેન્ટર, કોવિડ ટેસ્ટિંગ માટે પ્રાઇવેટ લેબ્સ, કોવિડ પેશન્ટ માટે ઇમેજિંગ સેન્ટર અને તમામ હોસ્પિટલના સંબંધિત કોન્ટેક્ટ વ્યક્તિના નામ અને નંબર હોય છે

Download Our B K News Today App



Related News