લોરવાડા કેનાલમાં સફાઇ નહીં કરાતાં ઓવરફ્લો,જીરાના પાકમાં પાણી ઘૂસ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-17 14:01:26
  • Views : 355
  • Modified Date : 2020-03-17 14:01:26

રહદી થરાદ અને વાવ પંથકની કેનાલોમાં ગાબડાં પડવાની અને કેનાલો ઓવરફ્લો થવાની સમસ્યા રોજીંદી બની ગઇ છે. થરાદની લોરવાડા માઇનોર-2 કેનાલ શનિવારે ઓવરફ્લો થતા લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને ત્રણ એકરમાં કાપણી કરેલ જીરુંના પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતને મોટું નુકસાન થયું હતું. થરાદની લોરવાડા માઇનોર-2 કેનાલમાં કચરો દૂર ના કરવાથી કેનાલ શનિવારે ઓવરફ્લો થઇ હતી. જેને લઇ ખેડૂતના ખેતરમાં કાપણી કરેલ ત્રણ એકર જીરૂમાં પાણી ફરી વળ્યું હતું. જેથી ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અંગે ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલોની સાફ-સફાઇ કર્યા વગર પાણી છોડવામાં આવતા વારંવાર કેનાલો ઓવરફ્લો થઇ ગાબડાં પડી રહ્યા છે.’ આમ ખેડૂતો પહેલા કમોસમી વરસાદ અને તીડ આક્રમણ બાદ કેનાલોમાં ગાબડાં પડવાથી ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે.

Download Our B K News Today App



Related News