માત્ર અઢી ટકા પર્યટકો જ ગુજરાત આવ્યા, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, હેરિટેજ સિટી, એશિયાઈ સિંહનું જંગલ, શક્તિપીઠ, 2 જ્યોતિર્લિંગ છતાં પર્યટક દૂર કેમ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 14:11:57
  • Views : 386
  • Modified Date : 2020-10-22 14:11:57

          ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં...’ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ જેવા સ્લોગન હવે બિનઅસરકારક થવા માંડ્યા છે. આ કારણે જ દેશનું સૌથી સમૃદ્ધ પર્યટન સ્થળ હોવા છતાં ગુજરાત સતત પાંચમા વખતે ટોપ 10માં નવમાં સ્થાને રહ્યું. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ 2020ના રિપોર્ટમાં દાવો કરાયો છે કે 2019માં માત્ર અઢી ટકા લોકો જ ગુજરાત ફરવા આવ્યા હતા. જેમ કે ઉત્તર પ્રદેશ 23.1% પર્યટકોની સાથે દેશનું સૌથી પર્યટનનું રાજ્ય બની ગયું. છેલ્લા 10 વર્ષમાં યુપી સાતમીવાર બીજા ક્રમે અને એક વખતે ત્રીજા નંબરે રહ્યું. જ્યારે ગુજરાત પાંચ વર્ષથી સતત 9માં નંબરે છે. વિદેશી પર્યટકોની પસંદગી જગ્યામાં ગુજરાત ટોપ 10માં પણ સામેલ નથી. વિદેશી પર્યટકોની યાદીમાં રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને બંગાળ ટોપ 10માં છે.2018ના રિપોર્ટ મુજબ, વર્ષ 2017ના વર્ષમાં ગુજરાતમાં 4.83 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા. જે દેશના કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. 2018ના વર્ષમાં 5.43 કરોડ પ્રવાસીઓ આવ્યા હતા જે કુલ પ્રવાસીઓના 2.9 ટકા હતા. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે પણ ગુજરાત સતત 9મા ક્રમે આવે છે. 2018માં ઉત્તરપ્રદેશમાં દેશના કુલ પ્રવાસીઓમાંથી 15.4 ટકા એ મુલાકાત લીધી હતી જે 2019માં કુંભના કારણે વધીને સીધી 23 ટકા સુધી પહોંચી ગઇ હતી. 2018માં તમિલનાડુ પહેલા ક્રમે હતું. રિપોર્ટના મુજબ દેશના 85% પર્યટક ટોપ 10 રાજ્યમાં જવાનું પસંદ કરે છે.પ્રવાસન વિભાગના સચિવ મમતા વર્માએ કહ્યું- આ જે આંકડા આવ્યા છે તેને અમારે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તરીકે ચકાસવા પડશે. જે રેંકિંગ આવ્યું છે તેમાં અલગ-અલગ કક્ષામાં રેટિંગ આપ્યું હોવું જોઇએ અને તે પૈકી કઇ કક્ષામાં ગુજરાતનો દેખાવ નબળો રહ્યો કે સારો રહ્યો તે અમારે ઝીણવટભરી ચકાસણી કરવી રહી. આ ચકાસણી કર્યા બાદ જ અમે આ અંગે પ્રત્યુત્તર આપી શકીએ કે ગુજરાત કેમ નવમા ક્રમે છે. તેથી હાલ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવી તે યોગ્ય નહી કહેવાય.પર્યટકોને આકર્ષે એવાં તમામ સ્થળો ગુજરાતમાં છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાથી લઇને સફેદ રણ, એશિયાઇ સિંહોના સૌથી મોટા જંગલથી લઇ બે-બે જ્યોતિર્લિંગ, શક્તિપીઠ, છતાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં જોઇએ એ પ્રમાણમાં સફળ રહ્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા 2019માં 29 લાખ લોકો ગયા. જે અનુમાનથી ઓછા હતા. કચ્છનું રણ જોવા જતા સ્થાનિક લોકોની સંખ્યા 15 ટકા જ્યારે વિદેશી પર્યટકોની સંખ્યા 50 ટકા ઘટી. રાજ્ય સરકારે પોતે એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી.અગાઉના આંકડાઓ સાથે તુલના કરીએ તો, મોદી મુખ્યમંત્રી હતા ત્યારે 2007માં ગુજરાતમાં પર્યટકોની સંખ્યા 1.23 કરોડ હતી. જે એક જ વર્ષમાં વધીને 1.41 કરોડ થઇ ગઇ હતી. વિકાસ દર 14.12 ટકા હતો. 2014માં જ્યારે મોદી વડાપ્રધાન બન્યા ત્યારે પર્યટકોની સંખ્યા 3.26 કરોડ હતી. એ પછી સંખ્યામાં સતત ઘટાડો થતો ગયો.2015-16માં ગુજરાતમાં 2.81 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી 9.39 લાખ જ્યારે 7.33 લાખ વિદેશી પર્યટક હતા. 2016-17માં 3.24 કરોડ પર્યટક આવ્યા. જેમાં દેશના અન્ય રાજ્યોમાંથી પર્યટકોની સંખ્યા 1.14 કરોડ જ્યારે 9.24 લાખ વિદેશી પર્યટક હતા. કુલ મ‌ળીને 4.48 કરોડ પર્યટક ગુજરાત જોવા આવ્યા.

Download Our B K News Today App



Related News