MB પટેલ ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલમાં ઓનલાઇન જન્માષ્ટમીની ઉજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-18 16:27:54
  • Views : 407
  • Modified Date : 2020-08-18 16:27:54

    સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એમ.બી.પટેલ ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ દ્વારા ઓનલાઇન જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામા આવી હતી. જેમાં વિદ્યાર્થિનીઓએ ઘરે બેઠા મટકી ડેકોરેશન, વાંસણી ડેકોરેશન, થાળી ડેકોરેશન, હિડોળા તેમજ રાધાકૃષ્ણના પરિધાનમાં ભાગ લીધો હતો.આ ઉપરાંત આ સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવે છે. જેમાં શાળાની અનેક વિદ્યાર્થિનીઓ તેમની રૂચિ મુજબના વિષયો સાથેની ર્સ્પધાઓમાં જોડાતી હોય છે.

Download Our B K News Today App



Related News