ONGC કંપની ગંભીર આર્થિક સંકટમાં ફસાઇ ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-22 13:31:40
  • Views : 454
  • Modified Date : 2019-11-22 13:31:40

ભારત દેશની તેલ વાયુ સંસ્થા એવિ ઓ.એન.જી.સી ગંભીર આર્થિક સંકટમાં ઘેરાઇ હોવાની જાણકારી મળી હતી.જેના  કેશ રિઝર્વમાં છેલ્લાં ચાર વર્ષમાં 90,00 કરોડ જેટલો ઘટાડો નોંધાયો હતો. આમ આ સરકારી કંપની 60 ટકાથી વધુ કાચા તેલનું  ઉત્પાદન કરે છે. જેમાં વર્ષ 2019ના માર્ચની 31મીએ પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં એની રોકડ અનામત ઘટીને ફક્ત 504 કરોડ રૂપિયાની રહી હતી. જેમાં 2018ના માર્ચની 31મીએ કેશ રિઝર્વ 1013 કરોડ રૂપિયા હતી.આમ 2016ના માર્ચમાં કેશ રિઝર્વ 9951 કરોડ રૂપિયા હતી. જે છેલ્લાં ચાર વર્ષમાં 9,000 કરોડ જેટલી ઘટી ગઇ હતી. છેલ્લાં છ વર્ષના આંકડા તપાસતાં જણાયું હતું કે 2014ના માર્ચની 31મીએ ONGCના કૂવાઓ પર કુલ ખર્ચ 11,687 કરોડ રૂપિયા જેટલો થયો હતો. જે ઘટતાં- ઘટતાં હવે કેશરિઝર્વ ફક્ત 504 કરોડ રૂપિયાની રહી હતી.જેમાં મોટાભાગનો ખર્ચ એક્સપ્લોરેશન પાછળ થતો હતો એવી જાણકારી પણ મળી હતી. જેમાં  હવે કેશ રિઝર્વ ઘટી જતાં એની કાર્યક્ષમતા પર અને ઉત્પાદન ક્ષમતા પર પણ પ્રતિકૂળ અસર પડી રહી હતી.જેમાં એક રિપોર્ટ મુજબ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ONGCની ગુજરાત શાખા જી.એસ.પી.સી  દ્વારા કરાયેલા બે સોદાના પગલે કેશ રિઝર્વ ઘટી હતી.

Download Our B K News Today App



Related News