હાઈકોર્ટના આદેશ છતાં જૂની VS ચાલુ ન કરાતા વધુ એક PIL

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:57:59
  • Views : 360
  • Modified Date : 2020-08-26 12:57:59

       શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને શરૂ કરવાના હાઈકોર્ટના આદેશ છતાં હોસ્પિટલ શરૂ ન કરાતા વધુ એક જાહેરહિતની અરજી કરાઈ છે. અરજીમાં રજૂઆત કરાઈ છે કે, વીએસ હોસ્પિટલ ગરીબોની સારવાર કરનારી હોસ્પિટલ છે, તેને ફરીથી શરૂ કરવાને બદલે કોર્પોરેશન તેને તોડી પાડવાની પેરવીમાં છે. જો વીએસ હોસ્પિટલ તોડી પડાશે તો હજારો ગરીબ દર્દીઓ રઝળી પડશે. હાઈકોર્ટ આ હોસ્પિટલને તૂટતી બચાવવા હુકમ કરે તેવી દાદ અરજીમાં મગાઈ છે.હાઈકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ હાઈકોર્ટમાં વીએસ હોસ્પિટલ શરૂ કરવા વધુ એક અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, 700થી વધુ બેડની સુવિધા ધરાવતી વીએસ હોસ્પિટલને કોર્પોરેશન દ્વારા તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુલાઈમાં મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં કેથલેબનું બિલ્ડિંગ તોડવા ઠરાવ કરવામાં આવ્યો છે. શહેરની 80 લાખની વસતી સામે શહેરની સૌથી મોટી જૂની હોસ્પિટલને તોડી પાડવાનો નિર્ણય અયોગ્ય અને ગેરબંધારણીય છે. સમાનતાનો અધિકાર ગરીબો માટે પણ બંધારણમાં મળ્યો છે. આથી તેમને વાજબી ભાવે સારી હેલ્થ કેર અને મેડિકલ કેર મળે તે જોવાની જવાબદારી સરકારની છે.અરજદારે એવી દલીલ કરી છે કે દરેક નાગરિકને સામાજિક ન્યાય મળવો જોઇએ તે તેનો મૂળભૂત બંધારણીય અધિકાર છે. બંધારણના અનુચ્છેદ 39(ઇ) હેઠળ સરકારની ફરજ બને છે કે નાગરિકોને એકસમાન આરોગ્યલક્ષી સેવાઓ મળી શકે. સરકારે વીએસ હોસ્પિટલ બચાવવાના બદલે ડેમોલીશ કરવાનો નિર્ણય લીધો છે.

Download Our B K News Today App



Related News