જામનગરમાં કોકો બેંકના પૂર્વ ચેરમેનના પરિવારના 11 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ, 1નું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-21 16:03:58
  • Views : 371
  • Modified Date : 2020-08-21 16:03:58

સૌરાષ્ટ્રમાં કૂદકે ને ભૂસકે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટ બાદ સૌથી વધુ સંક્રમણ જામનગર જિલ્લામાં વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 50થી ઉપર કેસ નોંધાય રહ્યા છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલ સામે રહેતા કોકો બેંકના પૂર્વ ચેરમેનના પરિવારના 11 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને એકનું મોત નીપજ્યું છે. કોકો બેંકના પૂર્વ ચેરમેનનો પરિવાર જીજી હોસ્પિટલ સામે લખપતિ કોલોનીમાં રહે છે.જામનગરમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જતો હોવાથી આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક બાબત છે. જામનગરમાં 20 ઓગસ્ટના રોજ 60 કેસ નોંધાયા હતા. 19 આગસ્ટના રોજ રેકોર્ડબ્રેક એક જ દિવસમાં 81 કેસ નોંધાયા હતા. આથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળઈ રહ્યો છે. જામનગરમાં અત્યાર સુધીમાં 17500થી પણ વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News