દિયોદરમાં દોઢ અને સુઇગામમાં અડધો ઈંચ અમીરગઢમાં 8,પાલનપુરમાં 6 મીમી વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 13:40:59
  • Views : 455
  • Modified Date : 2020-08-08 13:40:59

બનાસકાંઠા જિલ્લામાં ધીરેધીરે વરસાદી માહોલ જામ્યો છે. શુક્રવાર દિયોદરમાં 34 મીમી, સુઇગામમાં 11 મીમી, અમીરગઢમાં 8 મીમી, પાલનપુરમાં 6 મીમી, દાંતીવાડામાં 3 મીમી અને દાંતા-ધાનેરામાં 2 મીમી, વરસાદ પડ્યો હતો. ભાભર,વાવ, થરા, ડીસા,પાંથાવાડા સહિત અન્ય તાલુકામાં પણ સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા હતા.લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ આગમન કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.દિયોદર પંથકમાં શુક્રવારે બપોર બાદ વીજળીના કડાકા-ધડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ 34 મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારે દિયોદરના શિવનગર, પ્રગતિનગર, પોલીસ સ્ટેશન રોડ, જુના બસ સ્ટેન્ડ, લક્ષ્મીપુરા વગેરે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે અગવડ ભોગવવી પડી હતી.મહેસાણા જિલ્લામાં ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં વડનગરમાં 5 મીમી અને ઊંઝામાં 3 મીમી હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે અને રવિવારે ઉત્તર ગુજરાતના છુટાછવાયાં વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. વાતાવરણ સામાન્ય થતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે. સોમવારે હળવા વરસાદની શક્યતા બની રહી છે.વરસાદ વરસ્યો હતો. તેમજ મહેસાણા શહેર સહિત જિલ્લામાં બપોરના સમયે હળવું ઝાપટું પડ્યું હતું.હિંમતનગરમાં ઝાપટું પડ્યું હતું

  • દિયોદર - 34 મીમી
  • સુઇગામ - 11 મીમી
  • અમીરગઢ - 8 મીમી
  • પાલનપુર - 6 મીમી
  • દાંતીવાડા - 3 મીમી
  • દાંતા - 2 મીમી
  • ધાનેરા - 2 મીમી

Download Our B K News Today App



Related News