એકવાર Aadhaar Card બનાવ્યું તો હંમેશા રહેશે વેલીડ? જાણો Expiry ને લઈને આ ખાસ નિયમો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 13:59:01
  • Views : 339
  • Modified Date : 2022-07-05 13:59:01


આધાર એક મહત્વનું દસ્તાવેજ
કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય કે પછી આઈડી પ્રુફ તરીકે આપવાનું હોય, દરેક જગ્યાએ આધાર કાર્ડનો ઉપયોગ થાય છે. આવી પરીસ્થિતિમાં આધાર એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આ કાર્ડ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા કરવામાં આવે છે. આધાર કાર્ડનો ઉપયોગ શાળા પ્રવેશ માટે તેમજ મુસાફરી દરમિયાન ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે, આઇટીઆર ફાઇલ કરવા વગેરે માટે થાય છે. તે 12 આંકડાનો યુનિક આઇડેન્ટિફિકેશન નંબર છે.


બાકી દસ્તાવેજ કરતા અલગ છે આધાર 
આ કાર્ડ બાકીના આઈડી પ્રૂફથી સંપૂર્ણપણે અલગ છે કારણ કે તેમાં તમારી બાયોમેટ્રિક વિગતો છે. આપણે સૌ જાણીએ છીએ કે રાશન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જેવા ઘણા આઈડી પ્રૂફની માન્યતા સમયાંતરે રિન્યુ કરાવવી પડે છે. આવી સ્થિતિમાં, લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે આધાર કાર્ડની માન્યતા કેટલી લાંબી છે. તો આવો તમને જણાવીએ આધાર કાર્ડની વેલિડિટી વિશે-


 


આધાર કાર્ડ કેટલો સમય ચાલે છે
માન્ય આધાર કાર્ડમાં આપણું નામ, ઉંમર, સરનામું વગેરે જેવી ઘણી માહિતી હોય છે. આ સાથે દરેક નાગરિકની બાયોમેટ્રિક માહિતી પણ નોંધવામાં આવે છે. આજકાલ દરેક બેંક એકાઉન્ટ અને આઇડી પ્રૂફને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડ કેટલા સમય સુધી માન્ય છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ જીવિત છે, ત્યાં સુધી આધાર કાર્ડની માન્યતા રહે છે અને તેના મૃત્યુ પછી તમે તેને બ્લોક કરાવી શકો છો પરંતુ  તમે તેને સરેન્ડર કરી શકતા નથી. કોઈ પણ વ્યક્તિને તેના આખા જીવનમાં માત્ર એક જ વાર આધાર કાર્ડ આપવામાં આવે છે.


બ્લુ આધારકાર્ડની માન્યતા 
5
વર્ષથી ઓછી ઉંમરના બાળકોને UIDAIએ બ્લુ આધારકાર્ડ જારી કર્યું છે. આ કાર્ડમાં બાળકની તમામ જાણકારી નોંધવામાં આવે છે પરંતુ બાયોમેટ્રિક માહિતી દાખલ કરવામાં નથી આવતી. 5 વર્ષ પૂર્ણ થયા બાદ બાળકની બાયોમેટ્રિક ડિટેલ દાખલ કરવામાં આવે છે અને તે પછી જ તેને રેગ્યુલર આધાર કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ UIDAI દ્વારા આવા ઘણા આધારકાર્ડ રદ કરવામાં આવ્યા છે જે ફક્ત એક જ વ્યક્તિના નામે નોંધાયેલા છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડની માન્યતા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આ રીતે ચેક કરો આધાર કાર્ડની વેલિડિટી
-
સૌથી પહેલા આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
-
ત્યારબાદ આધાર સેવાઓના વિકલ્પ પર ક્લિક કરો.
-
વેરિફાઈ આધાર નંબર ઓપ્શન પર ક્લિક કરો.
-
આ પછી, એક પેજ ખુલશે જ્યાં 12-અંકનો નંબર દાખલ કરવો પડશે.
-
સિક્યોરિટી કોડ દાખલ કરો.
-
વેરિફાઈ ઓપ્શન પર ક્લિક કરો.
-
જો આધાર નંબર માન્ય હશે તો આધાર નંબર દેખાશે. અમાન્ય આધાર પર તમને લીલા નિશાન જોવા મળશે.


 


Download Our B K News Today App



Related News