મોંઘવારીનો : પેટ્રોલ પછી દૂધના ભાવમાં વધારો, અમૂલમાં લિટરે બે રૂપિયાનો તોતિંગ વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 15:50:29
  • Views : 328
  • Modified Date : 2021-06-30 15:50:29

    પ્રજા ઉપર ફરી એક વાર મોંઘવારીનો માર પડ્યો છે. દેશમાં પેટ્રોલના સતત વધતા જતા ભાવ પછી હવે દૂધના ભાવમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ભાવમાં લિટર દીઠ બે રૂપિયાનો વધારો કરી દીધો છે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા આ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જે 1 જુલાઈથી લાગુ કરવામાં આવશે.

    આ ભાવ વધારા બાદ, અમદાવાદ માર્કેટમાં અમૂલ ગોલ્ડના 500 ml પાઉચનો નવો ભાવ રૂ. 29 થયો છે અને અમૂલ તાજા 500 ml પાઉચનો ભાવ રૂ. 23 થયેલ છે. અમૂલ દ્વારા અમૂલ શક્તિ 500 ml પાઉચનો ભાવ રૂ. 26 થયો છે. આ ભાવ વધારો દિલ્હી અને એનસીઆર (NCR), પશ્ચિમ બંગાળ, મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય માર્કેટમાં પણ અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે (GCMMF) દોઢ વર્ષ બાદ દૂધના ભાવમાં વધારો કર્યો છે. અગાઉ ડિસેમ્બર 2019માં અમૂલે દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. જોકે તે સમયે ગોલ્ડ અને તાજાના ભાવ જ વધ્યા હતા જ્યારે આ વખતે તમામ વેરાયટીના દૂધના ભાવમાં વધારો થયો છે.GCMMFના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાછળ એક વર્ષ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. આ સાથે જ પશુ-આહારના ભાવ પણ વધ્યા છે જેના પગલે અમૂલના ખર્ચમાં વધારો થયો છે. આના કારણે અમૂલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

    અમૂલ સહકારી માળખા ધ્વારા ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. દૂધની વેચાણ કિંમતમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો મોટા ભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકો પાસે પરત જશે અને તેમને દૂધ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું રહેશે.


Download Our B K News Today App



Related News