રાજ્યના આ જિલ્લામાં એકવાર ફરી કોરોનાએ દસ્તક દીધી, અમેરિકાથી આવેલા યુવાન સહિત 3 લોકો સંક્રમિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-15 13:54:43
  • Views : 288
  • Modified Date : 2022-05-15 13:54:43

 

રાજ્યમાં એકવાર ફરી કોરોનાના કેસ ધીરે-ધીરે વધી રહ્યાં છે. એક્ટિવ કેસના આંકમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં તાજેતરમાં રાજકોટમાં ફરીવાર કોરોનાએ દસ્તક દીધી છે. અમેરિકાથી 
આવેલા એક યુવાન સહિત 3 વ્યકિતને કોરોના પોઝિટિવ આવ્યો છે. યુવાન, વૃદ્ધ અને યુવતી એમ ત્રણેય જણ કોરોનાથી સંક્રમિત થયા છે. રેસકોર્સ પાર્કમાં રહેતો યુવાન અમેરિકાથી પરત આવ્યો હતો.

ગત રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 31 કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોના (gujarat Coronavirus Cases) ના નવા 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યારે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 218 છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ 20 કેસ અમદાવાદમાં, વડોદરામાં 6 કેસ અને રાજકોટમાં 3 કેસ નોંધાયા છે. અમદાવાદમાં છેલ્લાં કેટલાંય દિવસોથી આંકડો ડબલ આંકમાં નોંધાઈ રહ્યો છે.

એક્ટિવ કેસ એકવાર ફરી 200ને પાર

ગઇ કાલ 14મી મેની સ્થિતિ જોતા રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. એક સમયે 100ની નીચે સરકી ગયેલા એક્ટિવ કેસ એકવાર ફરી 200ને પાર થઈ ગયા છે. ગઇ કાલે સાંજના જાહેર થયેલા કોરોનાના આંકડાઓ મુજબ રાજ્યના 32 જિલ્લાઓ અને 04 મહાનગરમાં કોરોનાના નવા શૂન્ય કેસ નોંઘાયા છે.

 

રાજ્યમાં કુલ 23, 876 વ્યક્તિઓનું વેક્સિનેશન થયું

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 218 છે તો રાજ્યમાં વેન્ટિલેટર પર કુલ 02 દર્દી છે. રાજ્યમાં કુલ 216 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12,13,526 છે. ઉપરાંત રાજ્યમાં મૃત્યુની સંખ્યા 10,944 થઇ છે. રાજ્યમાં ગઇ કાલે કુલ 23, 876 વ્યક્તિઓનું વેક્સિનેશન થયું. પૈકી સૌથી વધારે વેક્સિનેશન અમદાવાદમાં 5989 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

 

 

Download Our B K News Today App



Related News