કુણઘેરમાં 12 જ્યોતિર્લિંગનાં શ્રાવણના પ્રથમ સોમવારે જુજ લોકોએ દર્શન કર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 17:34:01
  • Views : 766
  • Modified Date : 2020-07-28 17:34:01

 તાલુકાના કુણઘેર ગામે ચુડેલ માતા ધામમાં ટ્રસ્ટ દ્વારા ભવ્ય અને ગગનચુંબી ભોળેનાથની પ્રતિમા અને તેની સન્મુખ 12 જ્યોતિર્લિંગ સહિત શિવપુરાણની ઝાંખીઓ મૂર્તિ રૂપે ખડી કરવામાં આવેલ છે. ગયા વર્ષે શ્રાવણ માસમાં રોજના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હતા. પણ ચાલુ સાલે કોરોના મહામારીના લીધે બહુજ જૂજ એકલ દોકલ લોકો જ દર્શને આવી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે સવારે માત્ર બે યુવાનો અને સ્થાનિક બાળકો જ જોવા મળ્યા હતા. ટ્રસ્ટી બાબુભાઇએ જણાવ્યું કે હાલમાં આકાશમા છવાયેલા વાદળો વચ્ચે ભગવાન ભોળેનાથની નયનરમ્ય ઝલક જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News