31મીએ વડાપ્રધાન મોદી કેવડિયાથી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે, નર્મદા નદીમાંથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-26 14:32:34
  • Views : 301
  • Modified Date : 2020-10-26 14:32:34

           આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કેવડિયા કોલોનીમાં જ કરશે. આ ઉપરાંત 30મીએ રાત્રે કેવડિયા કોલોની ખાતે વિવિધ ગાર્ડન્સનું ઉદ્ઘાટન કરશે. એ પછી 31મીએ કેવડિયા કોલોનીથી જ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે અને એમાં જ બેસી અમદાવાદ આવશે અને અમદાવાદથી સીધા જ દિલ્હી જવા રવાના થશે.૩૧મી ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ 30મીએ બપોરે 3:00 કેવડિયા કોલોની પહોંચશે, જ્યાં તેઓ જંગલ સફારી પાર્ક, ફેરી બોટનું ઉદ્ઘાટન કરશે. એ પછી સાંજે કેવડિયા કોલોની ખાતે જ ગ્લો ગાર્ડન, ભારતભવન અને એકતા નર્સરીનું ઉદ્ઘાટન કરશે તથા ગાર્ડનમાં ટહેલશે તેમજ તેઓ રાત્રે કેવડિયા કોલોની ખાતે જ રોકાશે.31 ઓક્ટોબર, સરદાર પટેલ જયંતી નિમિત્તે કેવડિયા કોલોની ખાતે આરોગ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. એ પછી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા- સ્ટેચ્યુૂ ઓફ યુનિટી ખાતે પહોંચીને સરદાર પટેલનાં ચરણની પૂજા કરશે, જ્યાં રાષ્ટ્રીય એકતા દિન પરેડ યોજાશે. એ પછી રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે તેઓ રાષ્ટ્રજોગ પ્રવચન કરશે. આની સાથે તેઓ કેવડિયાથી જ 300 જેટલા IAS ઓફિસરને વિડિયો-કૉંન્ફરન્સથી સંબોધન કરશે અને અંતમાં નર્મદા નદીના તળાવ પાસે જઈને સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને એમાં જ બેસીને જ અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે.

Download Our B K News Today App



Related News