OMG ! આ ATMમાંથી નોટને બદલે ધડાધડ નિકળ્યા સોનાના સિક્કા, જાણો કઈ રીતે કરે છે કામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-10 12:38:05
  • Views : 298
  • Modified Date : 2022-05-10 12:38:05

સોનાના સિક્કા લેવા ઈચ્છુક લોકો માટે ખુશખબર.
જો કોઈ ATM માંથી 100,200 અને 500ની નોટની જગ્યાએ સોનાના  સિક્કાઓ નિકળવા લાગે તો કેવું હશે ? કદાચ પહેલી વાર સાંભળતા અજુગતુ લાગે પણ આ હકીકત છે. જી હા, તનિષ્ક જવેલર્સે 'ગોલ્ડ કોઈન ATM' લોન્ચ કર્યું છે. આ ગોલ્ડ કોઈન ATM શરૂ થયા બાદ સોનાના સિક્કા લેવા ઈચ્છુક લોકોને સૌથી વધુ ફાયદો થયો છે.

મળશે 24 કેરેટ ગોલ્ડના સિક્કા
જો તમને કે તમારા પરિવાર માંથી કોઈને સોનાનો સિક્કો ખરીદવાનું મન છે તો, હવે તમને ભીડમાં કલાકો સુધી રાહ નહી જોવી પડે. તમને જેમ ATM માંથી પૈસા મળે છે તેમ જ ગોલ્ડ કોઈન ATM માંથી સોનાના સિક્કા મળશે. તનિષ્કની તરફથી શરૂ કરેલા આ ATM થી તમે 1 ગ્રામ અને 2 ગ્રામના 24 કેરેટના સોનાના સિક્કા ખરીદી શકો છો.

21 જવેલરી શોરૂમમાં લગાવામાં આવ્યું ATM
તનિષ્કની તરફથી અત્યારે ગોલ્ડ કોઈન ATMને પસંદ કરેલા 21 શોરૂમમાં લગાવવામાં આવ્યું છે. કંપની તરફથી છેલ્લા થોડા દિવસોમાં આપેલી જાણકારી અનુસાર ગોલ્ડ કોઈન ATMથી 25 લાખ રૂપિયાના સોનાના સિક્કા બુક થઈ ગયા છે. આ ગોલ્ડ ડિસ્પેંસિંગ મશીન બેંક ATMની જેમ જ કાર્ય કરે છે.

જોણો કઈ રીતે કાર્ય કરે છે આ મશીન
કંપની તરફથી આપેલ જાણકારીમાં જણાવવામાં આવેલ છે કે, 'તનિષ્ક ગોલ્ડ કોઈન ATM' બેંક ATMની જેમ જ કાર્ય કરે છે. ગ્રાહકની તરફથી ગોલ્ડ કોઈનનુ સિલેકશન કરવાથી મશીન પૈસા વિશે જાણકારી આપે છે અને પેમેન્ટનો ઓપશન મળે છે. પેમેંટ થવા પર આ મશીન પેક્ડ ગોલ્ડ કોઈનને બાહર કાઢે છે.

 

Download Our B K News Today App



Related News