ઇ.સ.1700ની સાલથી નીકળતાં સૌથી જૂના અંબાજીના સંઘનો આજે પણ દબદબો યથાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-08 14:59:21
  • Views : 431
  • Modified Date : 2019-09-08 14:59:21

જગતજનની મા અંબાના ધામ અંબાજીનો જાજરમાન ઇતિહાસ ગૌરવભેર આલેખાયેલો છે.પુનમિયા સેવા સંઘમાં 1600 સંઘો ઉપરાંત નાના મોટા કુલ 3 હજારથી વધુ સંઘોમા અંબાના દરબારમાં માથું ટેકવે છે.ત્યારે એ પ્રશ્ન થાય કે સંઘોની પરંપરા ક્યારથી શરૂ થઈ?ઇતિહાસની ભીતરમાં ડોકિયું કરતાં જાણવા મળ્યું કે ઇ.સ.સત્તરસોની સાલથી પદયાત્રી સંઘની પરંપરા ચાલી રહી છે.એવું કહેવાય છે કે દાંતાના રાજવી દ્વારા જે તે સમયે મુંડકા વેરો લેવાતો હતો.જેમાં વિસનગરી નાગર બ્રાહ્મણ સંઘનો વેરો માફ હતો.અંબાજી દેવસ્થાન દ્વારા મંજુરી વાળો માન્ય એક માત્ર સંઘ વિસનગરી નાગર સંઘ છે.માતાજીને થાળ ચઢાવવાનો એક માત્ર અધિકાર સંઘના નાગર બ્રાહ્મણોને જ મળ્યો છે.વિસનગરી નગર સંઘના અંબા માતા કુળદેવી છે.સત્તરમી સદીમાં નાગરવેલ ઓએ અંબાજી મંદિર બંધાવ્યું હતું.હાલ પણ ભાદરવા સુદ અગિયારસ થી ભાદરવા વદ બીજ સુધી નાગર બ્રાહ્મણો મા અંબાની પૂજા કરે છે.એવું કહેવાય છે કે દાંતાના રાજવી દ્વારા વેરો લેવાનો હતો.જેમાં વિસનગર નાગર સંઘનો વરસુંદ માફ હતો. અને એટલે જ ભાદરવી પુનમના મેળામાં આવતા તેમને વરસુંદિયા કહેવામાં આવે છે. આ પેઢીમાં સંઘમાં આવતા કુટુંબોની સંખ્યા 200થી વધુ છે.વિસનગરી નાગર સંઘના સંઘવી નરેશ રાજાએ જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં દાંતાના દરબાર અમારા સંઘનું સામૈયુ કરીને અંબાજી મોકલતા હતા.

Download Our B K News Today App



Related News