સાંતલપુર ઓઇલ ચોરી કૌભાંડમાં પોલીસે ત્રણ શકમંદોની પૂછપરછ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 17:55:30
  • Views : 452
  • Modified Date : 2020-02-21 17:55:30

સાંતલપુર રણમલપુરા પાટીયા પાસે ક્રૂડ ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયા બાદ ઓઇલ માફિયાઓને પકડવા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે એસપી સહીત પોલીસ કાફલાએ ષડયંત્રના સ્થળની મુલાકાત લઇ ઘટના મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે હાલમાં પોલીસે 3 શકમંદોને પોલીસ મથક લાવી પૂછપરછ શરૂ કરી ઓઇલ ચોરીનું ષડયંત્ર રચનાર આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. મુન્દ્રાથી પાનીપત જતી ક્રૂડ ઓઇલની લાઈનમાં પંચર કરી ઓઈલ ચોરી કરવા ષડયંત્ર રચ્યું હતું પરંતુ અધિકારીઓને ગંધ આવી જતા એક સપ્તાહ સુધી સર્વે ટીમને સાથે રાખી તપાસ કરતા સાંતલપુરના રણમલપુરાના પાટિયા નજીક ખેતરમાં ગોઠવાયેલ ઓઇલ ચોરીનું ચોકઠું પકડાયું હતું ત્યારે અધિકારીઓની સતર્કતાને લઇ ઓઇલ ચોરી થાય તે પહેલા જ કૌભાંડ પકડાતા ચોરી અટકી જવા પામી છે. પરંતુ પ્લાન બનાવનાર ઓઇલ માફિયાઓ ફરાર હોઈ જે.ટી. સોનારા ડીવાયએસપીને કેસની તપાસ સોંપી છે. મંગળવારે તપાસ દરમ્યાન પ્લાનમાં સામેલ હોવાની આશંકાએ પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી પૂછપરછ હાથ ધરી છે અને કૌભાંડનો પ્લાન બનાવનાર શખ્સોની હજુ ઓળખ ન થતાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઇ સમગ્ર કેસ મામલે નિરીક્ષણ કરી તપાસ અધિકારીઓને આરોપીઓને પકડવા જરૂરી સૂચનાઓ આપી હતી. ક્રૂડ ઓઇલ કંપનીના અધિકારીએ જણાવ્યું કે < જે જગ્યાએ ઓઈલ માફિયાઓ દ્વારા ઓઇલ ચોરી કરવા 10 દિવસ પહેલા પ્લાન બનાવ્યો હોવાનું લાગે છે કારણ કે ક્લેમ્પ અને વાલ લગાવ્યા છે તેના ઉપર કાટ લાગી ગયો છે તે જોતાં તેવું લાગી રહ્યું છે પરંતુ કોઈ કારણોસર ઓઇલ ચોરી કરી શક્યા નથી.

Download Our B K News Today App



Related News