ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરીના ૨૦,૦૦૦ વિદ્યાર્થીમાંથી 92 % ઓનલાઈન પરીક્ષાની તરફેણ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 10:59:32
  • Views : 410
  • Modified Date : 2020-12-19 10:59:32

કોરોના મહામારીની સ્થિતિમાં જીટીયુની શિયાળું પરીક્ષા ઓનલાઈન થશે કે ઓફલાઈન તે અંગે હજી સુધી કોઈ નિર્ણય થયો નથી. ત્યારે ડિપ્લોમા ઈજનેરી કોલેજ સંચાલક મંડળે જીટીયુની પરીક્ષા ઓનલાઈન થવી જોઈએ કે ઓફલાઈન, તે અંગે 20,000 વિદ્યાર્થીઓ તેમજ 455 પ્રિન્સિપાલ-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પર સરવે કર્યો છે. જેમાં 92 ટકા વિદ્યાર્થીઓએ અને 81 ટકા શિક્ષણશાસ્ત્રીઓએ ઓનલાઈન પરીક્ષા લેવાની હિમાયત કરી છે. કોલેજ સંચાલક મંડળનું માનવું છે કે, જો જીટીયુ હજી પણ ઓફલાઈન પરીક્ષા યોજશે તો વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વચ્ચે ઘર્ષણ થવાની શક્ચતા છે.

ડિપ્લોમા ઈજનેરી કોલેજ સંચાલક મંડળના સેક્રેટરી જીતુ ભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે,‘કોલેજ સંચાલક મંડળે રાજ્યની ડિપ્લોમા ઈજનેરી, ડીગ્રી ઈજનેરીના આશરે 20,000 વિદ્યાર્થીઓ પર જીટીયુની પરીક્ષા ઓનલાઈન થવી જોઈએ કે ઓફલાઈન થવી જોઈએ? તે બાબતે ઓનલાઈન સરવે કર્યો, જેમાં આશરે 92 ટકા (18200 વિદ્યાર્થીઓ)એ ઓનલાઇન અને આઠ ટકા (1800 વિદ્યાર્થીઓ)એ ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ પસંદ કર્યો છે. આની સાથે જ ડિપ્લોમા ઈજનેરીમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ, જે-તે ડિપાર્ટમેન્ટના આશરે 455 જેટલા વડાને પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન લેવાવી જોઈએ તે અંગેનો સરવે થયો હતો. જેમાં 81 ટકાના હિસાબે 367 શિક્ષણવિદ્દોએ ઓનલાઈન અને 19 ટકાના હિસાબે 88 શિક્ષણવિદ્દોએ ઓફલાઈન પરીક્ષા થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

સરવે અનુસાર બહુમતિ વિદ્યાર્થીઓ કોરોનાની પરિસ્થિતિને જોતા ક્લાસરૂમમાં આવી પરીક્ષા આપવા રાજી નથી. એજ રીતે પ્રાધ્યાપકો અને આચાર્યો પણ એવું ઇચ્છે છે કે પરીક્ષા ઓફલાઇનને બદલે ઓનલાઈન જ થવી જોઈએ. ઓફલાઇન પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતાં હોવાથી ઓનલાઈન સિસ્ટમની તરફેણ કરાઈ છે.

Download Our B K News Today App



Related News