ફટાકડા વેચાણ સ્ટોલ માટે 14 ઓક્ટો. સુધી અરજી કરી શકાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 16:23:31
  • Views : 462
  • Modified Date : 2020-09-19 16:23:31

       આગામી દિવાળીમાં ફટાકડાના વેચાણ માટે જવાહર મેદાનમાં ભાડેથી જમીન મેળવવા માટે રસ ઘરાવતા વ્યકિતઓને જણાવવામાં આવે છે કે, તા.14 ઓક્ટોબર સુધીમાં પાસપોર્ટ સાઇઝના ૨(બે) ફોટા, ધોરણસરની પરવાના ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઈસન્સ પૈકી કોઇપણ બે આધારોની નકલો તથા ફટાકડા વેચાણની જગ્યાના નકશા સાથે નિયત નમુનામાં અરજી ફોર્મ એકબારી શાખા, કલેકટર કચેરી ખાતે રજુ કરવાની રહેશે.આ માટે અરજી ફોર્મ ડી.એમ.શાખા, કલેકટરેટ, ભાવનગરમાંથી અને જમીન ભાડેથી મેળવવા માટે અરજી ફોર્મ મહેસૂલ શાખા, કલેકટર કચેરી ખાતેથી રૂબરૂમાં મેળવી અને આધાર પુરાવા સાથે 14 ઓક્ટોબર સુધીમાં પરત કરવાનું રહેશે.

Download Our B K News Today App



Related News