નર્સિંગ ઇન્સ.ના સંચાલકે ફી ભરવાને બહાને સ્કોલરશીપ પચાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:18:26
  • Views : 439
  • Modified Date : 2020-02-19 14:18:26

પાલનપુરમાં નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકએ કેટલીક વિદ્યાર્થીનીઓની સ્કોલરશીપ લઈ(પ્રતિ વિદ્યાર્થી 54000) ફી ન ભરી છેતરપિંડી આચરતા અગાઉ કલેક્ટરમાં લેખિત રજુઆત કરી હતી. જે મામલે પાલનપુરની વિદ્યાર્થીનીએ સંચાલક નરેશ બોચિયા સામે પાલનપુર પોલીસ મથકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પાલનપુરમાં નર્સિંગના કોર્સ અંતર્ગત પાલનપુરના ગઠામણ ગેટ વિસ્તારમાં વૃંદાવન કોમ્પલેક્સ સ્થિત ઇ.એલ.એમ.સી. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓનીઓ સાથે છેતરપિંડી આચરી હતી. જેથી સંચાલક નરેશ બોચિયા (રહે.અંબિકાનગર, ત્રિસલા પાર્ક, પાલનપુર) વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. સંચાલક નરેશ બોચિયાએ છાત્રોને બેંગ્લોર લઇ જઇ પરીક્ષા અપાવી હતી. બેંગ્લોરની સંસ્થાના નર્સિંગ કોર્સ પેટે આ વિદ્યાર્થીઓના પૈસા જમા કરાવવાના હતા પરંતુ સંચાલકે આ પૈસા બારોબાર ચાંઉ કરી અને આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યા હોવાનું જયાબેન દિલીપભાઈ તરાલની ફરિયાદમાં જણાવાયું હતું. નરેશ બોચિયાએ આ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ પરત ના આપતા ફરિયાદી સહિત સવિતાબેન હરીશભાઇ બુમ્બડીયા, સંજયભાઈ ગોવિંદભાઈ કટારીયા, આશિષભાઈ છગનભાઈ પરમાર અને અરવિંદભાઈ નાનજીભાઈ પરમાર નામના ફરિયાદીઓએ સંયુક્ત ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલાની તપાસ પાલનપુર પી.એસ.આઇ.ને સોંપાઈ છે.

Download Our B K News Today App



Related News