વડાળા ગામે ગૌચર પર કબજા માટે નર્સરી સળગાવી, 300 પક્ષીનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 11:38:00
  • Views : 383
  • Modified Date : 2020-03-14 11:38:00

માળિયાનાં વડાળા ગામે ગૌચરની જમીન પર પંચાયતની નર્સરી આવેલ હોય આ જમીન પર પેશકદમી કરવાનાં ઇરાદે અમુક લોકોએ આગ ચાંપી દીધી હતી. જેથી અનેક પક્ષીઓનાં મોત થતાં ગ્રા.પં.નાં સદસ્યે પોલીસમાં અરજી કરી તપાસની માંગ કરી છે. વડાળા ગામે ગૌચરની જમીન પર નર્સરી બનાવાઈ છે. જેમાં અનેક પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે. પરંતુ ગુરૂવારે અમુક લોકોએ આ જમીન પર કબજો જમાવવાનાં ઇરાદે આ નર્સરીમાં આગ ચાંપી દીધી હતી. જેથી વૃક્ષો બળી ગયા હતાં. તેમજ 300 થી વધુ પક્ષીઓ પણ બળી ગયા હોવાનું જાણવા મળે છે. આ બનાવથી ગ્રામ પંચાયતનાં સદસ્ય રણજીતભાઇ હમીરભાઇ સીંધવે પોલીસમાં અરજી આપી હતી. અને આગ ચાંપનાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News