અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટરના માધ્યમથી જણાવ્યો NRC અને NPR વચ્ચેનો તફાવત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-24 16:25:39
  • Views : 415
  • Modified Date : 2019-12-24 16:25:39

AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ વિરોધ વ્યક્ત કર્યો સાથે જ સોશ્યલ મીડિયા પર એ પણ સમજાવ્યુ કે NRC અને NPRમાં શુ અંતર છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લગભગ 5 ટ્વીટ કર્યા. જેમાં તેમણે વિસ્તૃત રીતે જણાવ્યુ કે દરેક ભારતીયને આ વિશે કેમ જાણકારી રાખવી જોઈએ. 

ઓવૈસીએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ NPR ભારતીય નાગરિકોની રાષ્ટ્રીય રજીસ્ટ્રેશન તરફ પહેલુ પગલુ છે જે રાષ્ટ્રવ્યાપી NRCનું જ બીજુ નામ છે. NPR અને NRC વચ્ચે સંબંધને સમજવો મહત્વનો છે. અસદુદ્દીન ઓવૈસીએ લખ્યુ, NPR ભારતમાં રહેનારા તમામ સામાન્ય નિવાસિઓનો એકઠો કરેલા આંકડા છે. વર્ષ 2003ના નાગરિકતા નિયમો અનુસાર નાગરિકોને બિન નાગરિકોથી અલગ કર્યા બાદ ભારતીય નાગરિકોનું રાષ્ટ્રીય રજીસ્ટ્રેશન રજૂ કરવાનું છે. આ છૂટ કેવી રીતે આપવામાં આવે છે? 

સૌથી પહેલા એક સ્થાનિક અધિકારી યાદીની પુષ્ટિ કરે છે તથા સ્થાનિક નાગરિકોની યાદીમાંથી શંકાસ્પદ નાગરિકોને નોટિસ જારી કરે છે. આ શંકાસ્પદોએ પોતાની નાગરિકતા સિદ્ધ કરવી પડશે. જે બાદ ડ્રાફ્ટ યાદી પ્રકાશિત કરવામાં આવે છે. જો આપને લાગે છે, ડ્રાફ્ટ યાદીમાં નામ આવી જવુ પર્યાપ્ત છે તો આ યોગ્ય નથી કેમ કે નિયમો અનુસાર, યાદીમાં કોઈ નામ સામેલ કરવા પર વાંધો નોંધાઈ શકે છે. મુખ્ય રીતે કોઈ પણ વાંધો ઉઠાવી શકે છે. આપની ભારતીયતા પર નિર્ણય એક અધિકારીના હાથમાં છે. 

ઓવૈસીએ લખ્યુ, NPRમાં દરેક ભારતીયની સંવેદનશીલ વ્યક્તિગત જાણકારી પણ એકત્ર કરવામાં આવે છે, જેમ પાસપોર્ટ સાથે જોડાયેલી જાણકારી. 

Download Our B K News Today App



Related News