હવે તાપમાન આંશિક ઘટશે: બે દિવસ વાદળો દેખાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-10 17:52:13
  • Views : 194
  • Modified Date : 2024-11-10 17:52:13

નવેમ્બર મહિનો બેસી ગયો હોવા છતાં હજુ ઠંડી પડતી નથી, ત્યારે આવતા સપ્તાહમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો  ઘટાડો થવા છતાં તે નોર્મલ કરતા ઉંચુ જ રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે. આ દરમ્યાન બેક દિવસ આકાશમાં વાદળો પણ દેખાવાની શક્યતા છે.તેઓએ કહ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં કેટલાંક દિવસોથી તાપમાન નોર્મલ કરતા 3-4 ડીગ્રી સુધી ઉંચુ જ રહે છે. હવામાનના પ્રવર્તમાન પરિબળો પર નજર કરવામાં આવે તો દક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં 3.6 કિ.મી.ની ઉંચાઇએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છે. જે આવતા 36 કલાકમાં લો-પ્રેસરમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ બે દિવસમાં તામીલનાડુ તથા શ્રીલંકાના દરિયા તરફ ગતિ કરશે.આ સિવાય એક ટ્રફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 3.1 કિ.મી.ના લેવલે અપર એર સાયક્લોનીક સરક્યુલેશન હતું તે દક્ષિણ-મધ્ય અરબી સમુદ્રમાં આવી ગયું છે.તેઓએ તા.9 થી 17 નવેમ્બરની આગાહીમાં જણાવ્યું હતું કે તા.13 સુધી પવન ઉત્તર દિશાના હશે અને ત્યારબાદ ઉત્તરપૂર્વ તથા પૂર્વના પવન ફુંકાશે. મોટાભાગે વાતાવરણ સ્વચ્છ રહેશે છતાં તા.12 થી 17 દરમ્યાન બે દિવસ ઉપલા લેવલે વાદળો દેખાશે. હાલ નોર્મલ મહતમ તાપમાન 34 ડીગ્રી છે.આગાહીના સમયમાં તાપમાન 1 થી 2 ડીગ્રી નીચુ આવશે છતાં નોર્મલ કરતા ઉંચુ જ રહેશે અને હોટ સેન્ટરોમાં 35 થી 37.5 ડીગ્રીની રેન્જમાં રહેશે.  ન્યુનત્તમ તાપમાન હાલ 2 થી 4 ડીગ્રી ઉંચુ છે તેમાં 3 ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તા.17 નવેમ્બર આસપાસ તાપમાનમાં સારો એવો ફેરફાર જોવા મળવાની સંભાવના છે.

 

 

Download Our B K News Today App



Related News