હવે દેશના આ રાજ્યનું બદલાઈ જશે નામ, વિધાનસભામાં આજે પસાર કરાયો ઠરાવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-09 17:01:15
  • Views : 121
  • Modified Date : 2023-08-09 17:01:15

કેરળનું નામ ટૂંક સમયમાં બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે. આ માટે કેરળ વિધાનસભામાં આજે સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવને આગળ વધારતા મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું કે રાજ્યને મલયાલમ ભાષામાં ‘કેરલમ’ કહેવામાં આવે છે, પરંતુ અન્ય ભાષાઓમાં તે હજુ પણ કેરળ છે. સીએમ વિજયને વિધાનસભામાં બંધારણની કલમ 118 હેઠળ, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.આ દરમિયાન, તેમણે કેન્દ્ર સરકારને તમામ સત્તાવાર દસ્તાવેજોમાં અને બંધારણની 8મી અનુસૂચિમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષ યુડીએફ દ્વારા આ દરખાસ્તને કોઈપણ સુધારા અથવા ફેરફાર સૂચવ્યા વિના સ્વીકારવામાં આવી હતી. આ પછી વિધાનસભા અધ્યક્ષ એએન શમસીરે, રાજ્યનુ નામ બદલવાની દરખાસ્તના સમર્થનના આધારે સર્વસંમતિથી આ પ્રસ્તાવ પસાર કરવાની જાહેરાત કરી હતી.કેન્દ્ર સરકારે બંધારણની 8મી સૂચિમાં કેરળને ‘કેરલમ’ તરીકે સામેલ કરવું જોઈએકેરળના મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, આપણા રાજ્ય કેરળનું નામ બંધારણની પ્રથમ સૂચિમાં લખાયેલું છે. તેમણે કહ્યું કે અમે સર્વસંમતિથી કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ કે, બંધારણના અનુચ્છેદ 3 હેઠળ કેરળનુ નામ બદલીને કેરલમ કરવાનો સુધારો કરવા માટે તાત્કાલિક પગલાં ભરે અને બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત તમામ ભાષાઓમાં તેનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવે.

Download Our B K News Today App



Related News