હવે 100% જગ્યા પર શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાશે, 2 લાખ શિક્ષકોને લાગુ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-07 15:51:49
  • Views : 223
  • Modified Date : 2022-04-07 15:51:49

 

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012માં બે લાખ શિક્ષકોના બદલીના નિર્ણયો નક્કી કર્યા પછી બે વર્ષથી શિક્ષકો બદલીના નિયમો બદલવાની માગ કરી રહ્યા હતા. સરકાર દ્વારા બદલીના નિયમો બદલવાની જાહેરાત કરાયા પછી તેનો 1 એપ્રિલે ઠરાવ તૈયાર થઇ ગયો છે. હવે જિલ્લા-નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા વિદ્યાસહાયકો, પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકો મળીને કુલ 2 લાખ શિક્ષકો માટે બદલીના નવા નિયમો અમલમાં રહેશે. નવા નિયમો જાહેર કરવા સાથે અરસપરસ બદલીની તારીખ વધારીને 3 મે સુધી કરી શકાશે.

 

નવા નક્કી કરાયેલા બદલીના નિયમો

અત્યા૨ સુધી જે તે જિલ્લામાં ખાલી જગ્યાના 40 ટકા શિક્ષકોને જિલ્લા ફેરબદલીનો લાભ અપાતો હતો, જે હવે 100 ટકા જગ્યા પ૨ જિલ્લા ફેરબદલીનો લાભ આપવામાં આવશે.

જિલ્લાફેર, અરસપરસ અને જિલ્લા આંતરિક અરસપરસ બદલીમાં સંબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા તે જોગવાઇ દૂ૨ ક૨વામાં આવી

10 વર્ષ એક જ જગ્યાએ નોકરી ક૨વાની શરતે જે શિક્ષકોને નિમણૂક અપાઈ છે તેવા શિક્ષકો પાંચ વર્ષ પછી પણ બદલી માટે અરજી કરી શકશે.

જે સ૨કારી કર્મચારીઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીપાત્ર છે તેવા કર્મચારીઓના પતિ કે પત્ની જો સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક કે મુખ્ય શિક્ષક હોય તો તેઓને પ્રતિનિયુક્તિથી મૂકી શકાશે.

પતિ-પત્નીના કિસ્સાનો લાભ હવેથી અનુદાનિત સંસ્થા, ગુજરાત સ૨કા૨ના જાહેર સાહસો, કેન્દ્ર અને રાજ્ય સરકારની સરકારી કંપનીઓના કિસ્સામાં પણ મળવાપાત્ર થશે.

બદલીના કિસ્સામાં ફરિયાદ માટે ફરિયાદ નિવારણ સમિતિ રચાઈ.

 

Download Our B K News Today App



Related News