કોરોનાની વચ્ચે હવે ગુજરાતી ફિલ્મના શૂટિંગ શરૂ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 15:21:42
  • Views : 725
  • Modified Date : 2020-10-08 15:21:42

        કોરોના ના સમયમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ફટકો પડયો છે. અનેક લોકો જે આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે તેઓ નવાં કામ શોધવા માંડ્યા છે. ત્યારે હવે આ ઇન્ડસ્ટ્રીઝમાં નાની-મોટી ફિલ્મના શૂટિંગ શરૂ થવા લાગ્યાં છે. અમદાવાદ નજીક આવેલા વૈષ્ણોદેવી પાસેના એક ફાર્મ હાઉસમાં ગુજરાતી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ શૂટિંગમાં કોરોનાને કારણે દરેકના પહેલા ટેસ્ટ કરવામાં આવ્યા છે, ત્યાર બાદ શૂટિંગ દરમિયાન કોઈ બિનજરૂરી લોકો બહારથી ન આવે એ માટે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધાની સાથે દરેક સીન શૂટ થઈ ગયા પછી આખા યુનિટને સેનિટાઈઝ કરવામાં આવે છે.ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કોરોનાના લોક ડાઉનમાં પડી ભાગી હતી અને અનેક નાના-મોટા કલાકારો અને તેની સાથે જોડાયેલા લોકોને આવક મેળવવા મોટી સમસ્યા સર્જાઈ છે. ત્યારે કેટલાક લોકો પોતાનું કામ બદલીને અન્ય કામે વળગ્યા છે તો હજી કેટલાક લોકો આ ઇન્ડસ્ટ્રીઝને ફરી પાછી બેઠી કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા ફાર્મમાં કોરોનાની વચ્ચે ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શું શું ધ્યાન રાખવામાં આવે છે એ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે કોરોનાને કારણે ફિલ્મનું યુનિટ એકદમ નાનું કરી દેવામાં આવ્યું છે. દરેકનું દિવસમાં બે ટાઈમ ટેમ્પરેચર માપવામાં આવે છે. એની સાથે રોજ ઉકાળા પણ આપવામાં આવે છે.ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇન હાઉસ જમવાની વ્યવસ્થા થાય એવા પણ પ્રયત્ન કરવામાં આવે છે. આ બધાની સાથે તમામ યુનિટ કામ સિવાય માસ્ક પહેરી રાખે છે. હીરો-હિરોઈન કોઈ સીન કરે એ પહેલાં હાથ સેનિટાઇઝ કરે છે. ફ્લોર હોય કે કોઈ બેસવાની જગ્યા તમામને સેનિટાઈઝ કરવામાં આવે છે. કોઈ બહારથી આવે અને તેને સંક્રમણની અસર હોય તો તેની માટે પણ ટેમ્પરેચર ગન રાખવામાં આવી છે તેમજ કોઈને બિનજરૂરી કામ વગર પ્રવેશ આપવામાં આવતો નથી.

Download Our B K News Today App



Related News