સુરત ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, પોલીસ અને પાલિકા કમિશ્નરને કેન્દ્ર માનવ અધિકાર કમિશન દ્વારા 6 અઠવાડિયામાં જવાબ આપવા નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 15:54:33
  • Views : 375
  • Modified Date : 2020-08-31 15:54:33

         સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મોત થયા હતાં. આગની દુર્ઘટનામાં માસૂમોને ગૂમાવનારા વાલીઓ ન્યાની માંગ માટે વલખા મારી રહ્યાં છે ત્યારે કેન્દ્રીય માનવ અધિકાર કમિશન દ્વારા સુરત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મ્યુનિસિપલ કમિશનરને 6 અઠવાડિયામાં સમગ્ર અગ્નિકાંડનો અહેવાલ રજૂ કરવા નોટિસ અપાઈ છે. જવાબ ન રજૂ કરવામાં આવે તો રૂબરૂમાં હાજર રહેવાનું રહેશે.તક્ષશિલા અગ્નિકાંડ ફરિયાદ મુદ્દે 'કેન્દ્ર માનવ અધિકાર કમિશન' દ્વારા તારીખ 30/08/2020 ના રોજ પત્ર કરીને સુરત જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર પાસે વધુ વિગત રજૂ કરવા નિર્દેશ આપ્યો છે. નોટિસની નકલ અરજદારને પણ મોકલીને કાર્યવાહીની જાણ કરવામાં આવેલ હતી. આ અંગે સંજય ઇઝાવા દ્વારા 29.05.2019 ના રોજ માનવ અધિકારમાં ઓનલાઇન ફરિયાદ કરીને 22 વિદ્યાર્થીઓ અને એમના પરિવાર સાથે થયેલ માનવ અધિકાર ભંગ સામે ગુનો નોંધીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી.કેન્દ્ર માનવ અધિકાર કમિશન, રજિસ્ટ્રી દ્વારા મ્યુનિસિપલ કમિશનર,સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ, સુરત જિલ્લાને નિર્દેશ આપવામાં આવેલ હતા કે છ અઠવાડિયાની અંદર અંગ્રેજી ભાષામાં તૈયાર કરેલ અહેવાલ રજૂ કરવાનો રહેશે. અને જો યોગ્ય કાર્યવાહી કરવામાંથી મ્યુનિસિપલ કમિશનર, ડિસ્ટ્રિક્ટ-મેજિસ્ટ્રેટ નિષ્ફળ થશે તો બંને અધિકારીઓને કમિશન આગળ પોતે હાજર ન રહેવા માટેની જોગવાઈ પી.એચ.આર એક્ટ, 1993 ની 13 કલમ મુજબ રદ કરવામાં આવશે.આ મામલે પંચ દ્વારા નિર્દેશિત સંપૂર્ણ અહેવાલ તા.21/10/2020 સુધીમાં કમિશનને મોકલવામાં આવે, જેથી કમિશન આગળની કાર્યવાહી કરી શકે.

Download Our B K News Today App



Related News