લોકસભાની ચૂંટણી 2024માં મતદારોએ NOTAનો ભરપુર ઉપયોગ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-05 18:01:27
  • Views : 90
  • Modified Date : 2024-06-05 18:05:00

લોકસભા ચૂંટણી 2024ના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા છે પરંતુ સાથે એક વાતે સૌ કોઈનું ધ્યાન ખેચ્યું છે. તે છે આ વખતે ચૂંટણીમાં NOTAનો ઉપયોગ વધારે થયો છે. આંકડાઓ અનુસાર આ વખતે ચૂંટણીમાં દરેક 100માં વ્યક્તિએ નોટાનું બટન દબાવ્યું છે. અંદાજે 6 લાખ 78 હજાર લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે.ઈન્દોર તેનું ઉદાહરણ બન્યું જ્યાં લગભગ 2 લાખ 18 હજાર લોકોએ NOTA બટન દબાવ્યું છે.NOTA 2013માં ચૂંટણીનો ભાગ બન્યો અને ત્યારથી નોટાનું બટન દરેક ચૂંટણીમાં લોકોની પસંદગી બની ગયું છે.ડિસેમ્બર 2013ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો એટલે કે ઇવીએમમાં ​​NOTA એટલે કે ઉપરોક્તમાંથી એક પણ નહીંનો વિકલ્પ પૂરો પાડ્યો હતો.આ એવા મતદારો માટે છે જેઓ કોઈપણ પક્ષના ઉમેદવારથી ખુશ નથી પરંતુ પોતાનો મત આપવા માંગે છે. NOTA બટન દબાવવાનો મતલબ એ છે કે મતદાતા ચૂંટણી લડે તે કોઈપણ ઉમેદવારને પસંદ કરતા નથી. ઘણા લોકો NOTA ને નેગેટિવ મત માને છે.એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના અહેવાલ મુજબ, 2013માં NOTAને ચૂંટણીનો ભાગ બનાવ્યા બાદ 2014ની ચૂંટણીમાં NOTAને 1.08 ટકા એટલે કે 60,00197 મત મળ્યા હતા અને 20975ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા એટલે કે 65,000 મતો મળ્યા હતા.નોટા પર સૌથી વધારે મત આપનાર ટોપ-10 રાજ્યોમાં બિહાર, દાદરા નગર હવેલી, ગુજરાત, મધ્યપ્રદેશ,ત્રિપુરા, ઓડિશા, અસમ, ગોવા , આંઘ્ર પ્રદેશ અને ઝારખંડ છે. જ્યાં મતદારોએ કોઈ પણ પાર્ટીના ઉમેદવારને મત આપવાનું યોગ્ય સમજ્યું ન હતુ.ટોપ-10 રાજ્યમાં નાગાલેન્ડ,લક્ષદ્રીપ, હરિયાણા, તેલગંણા, પંજાબ, દિલ્હી, કર્ણાટક, હિમાચલ પ્રદેશ,જમ્મુકાશ્મીર અને ઉત્તર પ્રદેશ રાજ્યા છે. દિલ્હીમાં ભલે મતદાન ઓછું થયું પરંતુ અહિના લોકોએ નોટા મત આપવાનો ઉત્સાહ દેખાડ્યો નહિ.દેશભરમાં લોકસભા ચૂંટણી-2024માં પોતાનું નસીબ અજમાવનાર ભાજપ અને કોંગ્રેસ સહિત 53 રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી 38 પક્ષો એવા હતા જેમને NOTA કરતા ઓછા મત મળ્યા છે.

Download Our B K News Today App



Related News