રાહુલ જ નહિં, ઇન્દિરા અને સોનિયાએ પણ સાંસદની સભ્યપદ ગુમાવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-25 14:54:21
  • Views : 184
  • Modified Date : 2023-03-25 14:54:21

મોદી સરનેમ મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગઇકાલે સુરત કોર્ટે તેમને દોષી ઠેરવ્યા બાદ આજે રાહુલ ગાંધીને વધુ ફટકો વાગ્યો હતો અને લોકસભાનું સભ્ય પદ પણ રદ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલાં આવો કિસ્સો કોંગ્રેસ માટે મોટો ઝટકો છે. જોકે રાહુલ ગાંધી પહેલા તેમના દાદી ઇન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ ગાંધી પરિવારમાં સભ્યપદ ગુમાવી ચુક્યા છે.

કેરળની વાયનાડ લોકસભા સીટથી સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીએ હજુય સુધી પોતાની મુશ્કેલીઓ ઓછી થઇ રહી નથી. મોદી સરનેમ કેસમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ એક દિવસ પહેલાં જ સુરત કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઇ અને તે પછી તેમને જામીન પણ મળી ગયા, પરંતુ ત્યારથી તેમનું લોકસભા સભ્યપદ જોખમમાં હતું. આખરે આજે તેમણે પોતાનું સભ્યપદ ગુમાવ્યું હતું. આમ, ચુંટણીના એક વર્ષ પહેલા વાયનાડ સાસંદ વગરનું બની ગયું છે.

હવે પછીનો સવાલ એ છે કે, વાયનાડમાં એક વર્ષ માટે સાસંદની પેટા ચુંટણી થશે કે કેમ. તેનો જવાબ આગળની પ્રક્રિયાઓ દ્વારા મળસે, પરંતુ આ ઘટનાએ યાદ અપાવ્યું છે કે, ગાંધી પરિવાર સાથેનો આ પહેલો કિસ્સો નથી. વાસ્તવમાં રાહુલની માતા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધી પણ એક સમયે લોકસભાનું સભ્યપદ ગુમાવી ચૂક્યા છે.

લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ પણ રાહુલ ગાંધીના પક્ષમાં માહોલ ન હોય તેવું લાગતું હોવા છતાં એક સમય એવો પણ હતો કે જ્યારે તેમના દાદી અને પુર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી લોકસભા સભ્યતા રદ થવી તે તેમના માટે જીવાદોરી સમાન બની ગઇ હતી. આ વાત એ જ કટોકટીથી સંબંધિત છે. બન્યું એવું કે, કટોકટીના ખરાબ તબક્કા બાદ જ્યારે ચુંટણીઓ યોજાઇ ત્યારે ઇન્દિરા ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી 1977-79નો સમય ખૂબજ નાટકીય રહ્યો હતો. વર્ષ 1978માં ઇન્દિરા ગાંધી ચિકમગલુરથી લોકસભાની પેટા ચૂંટણી જીત્યા હતા.

મોરારજી દેસાઇએ અહીં પ્રસ્તાવ મુક્યો હતો, જ્યાં વિરોધીઓ પહેલેથી જ છાવણીઓ તૈયાર કરી રહ્યા હતા. 18 નવેમ્બરના રોજ લોકસભામાં આવ્યા બાદ ખુદ તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઇ તેમના કાર્યકાળ દરમ્યાન સરકારી અધિકારીઓનું અપમાન કરવા અને પોતાના પદનો દુરઉપયોગ કરવા બદલ તેમની સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ દરખાસ્ત રૂજ કરવામાં આવી હતી. 7 દિવસ સુધી ચાલેલી ચર્ચા બાદ ઇન્દિરા ગાંધી વિરૂદ્ધ વિશેષાધિકાર સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ઇન્દિરા ગાંધી પર લાગેલા અનેક આરોપોની તપાસ કરવાની હતી, જેમાં પદનો દુરૂપયોગનો કેસ પણ સામેલ હતો. આ સમિતિએ એક મહિનાની અંદર રિપોર્ટ આપવાનો હતો.

વિશેષાધિકાર સમિતિએ તારણ કાઢ્યું હતું કે, ઇન્દિરા સામેના આક્ષેપો સાચા હતા, તેમણે વિશેષાધિકારોનું ઉલ્લંઘન કર્યુ હતું અને ગૃહની અવમાનના પણ કરી હતી, તેથી તેમને સંસદમાંથી હાંકી કાઢવામાં આવે છે અને તેમની ધરપકડ કરવામાં આવે છે. જેઓને તિહાડ જેલ મોકલવામાં આવશે. જોકે, જનતા સરકારમાં જ કોઇ સદભાવ ન હતો અને ત્રણ વર્ષમાં સરકાર પડી ગઇ હતી. આ પછી ઇન્દિરા ગાંધી 1980માં ભારે સમર્થન સાથે ફરીથી ચૂંટણી જીતીને વડાપ્રધાન બન્યા હતા.

સોનિયા ગાંધીની વાત કરીએ તો, ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં સોનિયા ગાંધીનું સભ્યપદ ગયું હતું. વર્ષ 2006માં સંસદમાં ઓફિસ ઓફ પ્રોફિટ મુદ્દો જોરશોરથી ઉઠ્યયો હતો. દેશમાં યુપીએનું શાસન હતું અને કોંગ્રેસ  અધ્યક્ષ સોનિયા ગાંધી આ આરોપથી ઘરાયેલા હતા. ખરેખર સોનિયા ગાંધી રાયબરેલીથી સાસંદ હતા. તેઓ યુપીએ સરકાર દરમ્યાન રચાયેલી રાષ્ટ્રીય સલાહકાર પરિષદના અધ્યક્ષ પણ હતા, જેને ઓફિસ ઓફ પ્રોફિટ તરીકે ઓળખવામાં આવતી હતી. આ કારણે સોનિયા ગાંધીને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે રાયબરેલીથી ફરી ચુંટણી લડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા ગાંધી અને સોનિયા ગાંધી બંનેના રાજકારણના ઇતિહાસ જોઇએ તો રાજકીય દાવ અને ઉતારચઢાવ જોયા છે તે પછી તેઓ વધુ મજબૂત રીતે પાછા ફર્યા છે. ગાંધી પરિવારના ત્રીજા સભ્ય રાહુલ ગાંધી છે, જેઓ આ સ્થિતિમાં જોડાઇ રહ્યા છે. આ પહેલાં અમેઢીમાં તેણે સત્તા ગુમાવી હતી અને હવે વાયનાડ પણ હાથમાંથી નીકળી ગયું છે, ત્યારે આગળ શું થાય છે તે જોઇએ.

Download Our B K News Today App



Related News