રક્ષાબંધનના દિવસે એક પણ પોઝિટિવ કેસ જાહેર ન કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 11:05:59
  • Views : 540
  • Modified Date : 2020-08-05 11:05:59

   બનાસકાંઠા આરોગ્ય વિભાગે રક્ષાબંધનના દિવસે એક પણ પોઝિટિવ કેસ જાહેર ન કર્યો હતો.શનિવાર રવિવાર અને સોમવારની રક્ષાબંધન ત્રણ દિવસની રજામાં જાણે આરોગ્ય વિભાગે પણ રજા રાખી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બનાસકાંઠામાં સંક્રમણ અત્યંત વધી ગયું છે. તેવામાં અત્યંત ચોંકાવનારી બાબત એ રહી હતી કે જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં શરુઆતના 2 દિવસમાં 25 કેસો આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયા હતા.જોકે ત્રીજા દિવસે સોમવારે એકપણ કેસ જાહેર કરવામાં આવ્યો નહોતો. આરોગ્ય વિભાગ દ્વારા આંકડાઓ માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા હોઇ માહિતી વિભાગ દ્વારા કોઈજ વિગત સોમવારે ગ્રુપમાં મુકવામાં આવી નહોતી. વધારાની વિગતો જાણવાનો પ્રયાસ કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની ફલૂ ઓપીડી જ્યાં કાર્યરત છે ત્યાં અને ખાનગી તબીબો દ્વારા મોકલવામાં આવેલા દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી જોકે રેન્ડમલી સેમ્પલ લેવાની કામગીરી કરાઈ ન હતી.

Download Our B K News Today App



Related News