ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 8 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-22 14:14:50
  • Views : 1091
  • Modified Date : 2020-08-22 14:14:50

            ભાદરવા મહિનાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડામાં 8 ઇંચ, સુરતમાં 7 ઇંચ અને નવસારીના જલાલપોરમાં 6 ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત કચ્છમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. ગીરના જંગલ અને તાલાલા પંથકમાં 3 ઇંચ જ્યારે હાલાર પંથકમાં પણ 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.મહેસાણા શહેરમાં શુક્રવારે સવારે ત્રણ કલાકમાં પડેલા સાંબેલાધાર 4 ઇંચ વરસાદથી પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી દેખાતું હતું. અનેક સોસાયટીઓ અને નીચાણના મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા હતા.ગીર જંગલમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી જતાં હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા.સુરતમાં ઉધનામાં 2 કલાકમાં 4 ઈંચ સાથે કુલ 7 ઈંચ વરસાદ પડતાં શહેરમાં ફરી જળબંબાકાર સર્જાયો હતોનવસારી અને જલાલાપોર પંથકમાં 5થી 6 ઈંચ વરસાદથી કોટનમિલ રોડ, જેલ નજીકનો સત્યસાંઈ રોડ, કાશીવાડી, સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, કબીલપોર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News