નોકિયા C3 સ્માર્ટફોન સસ્તો થયો, કંપનીએ કિંમતોમાં ઘટાડો કર્યો; જુઓ નવું પ્રાઈસ લિસ્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 14:00:55
  • Views : 551
  • Modified Date : 2020-12-02 14:00:55

    નોકિયા C3 નોર્ડિક બ્લૂ અને સેન્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છેનોકિયાએ તેના લો-બજેટ સ્માર્ટફોન નોકિયા C3ની કિંમતમાં ઘટાડો કર્યો છે. મંગળવારે HMD ગ્લોબલે તેની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, નોકિયા C3ના 2GB રેમ અને 16GB ઓનબોર્ડ સ્ટોરેજવાળા બેસ વેરિઅન્ટની કિંમતમાં 500 રૂપિયા જ્યારે 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કંપનીએ તેને ઓગસ્ટમાં લોન્ચ કર્યો હતો અને તે બે કલક નોર્ડિક બ્લૂ અને સેન્ડ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.ફોનની નવી કિંમતો ઓનલાઈન સ્ટોર www.nokia.com પર પણ જોઈ શકાય છે.નોકિયા C3ના 2GB રેમ અને 16GB સ્ટોરેજવાળા બેસ વેરિઅન્ટને 7,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ તેની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કર્યો છે એટલે કે હવે તેને 6999 રૂપિયામાં ખરીદી શકાશે.3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટને 8,999 રૂપિયાની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ તેની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે, એટલે કે હવે તે 7999 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.

      •     નોકિયા C3માં 5.99 ઈંચની HD+IPS ડિસ્પ્લે છે. ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટની સાથે આવે છે અને એન્ડ્રોઈડ 10 પર ચાલે છે.મલ્ટીટાસ્કિંગ માટે ફોનમાં ઓક્ટાકોર Unisoc SC9863A પ્રોસેસર છે, જેને 3GB રેમ સાથે જોડવામાં આવ્યો છે.ફોનમાં વેરિઅન્ટ પ્રમાણે 32GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો એસડી કાર્ડથી 128GB સુધી વધારી શકાય છે.કેમેરાની વાત કરીએ તો તેમાં f/2.0 ઓટોફોક્સ લેન્સ અને એક LED ફ્લેશની સાથે 8MP સેન્સર છે.સેલ્ફી અને વીડિયો કોલ માટે ફ્રન્ટમાં 5MP સેન્સર છે.ફોનમાં 3040mAhની રિમૂવેબલ બેટરી છે.ફોનના કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE,વાઈ-ફાઈ 802.11 B/G/N, બ્લૂટૂથ 4.2, GPS/A-GPS, FM રેડિયો, માઈક્રોUSB અને એક 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે.સેન્સરમાં એક્સિલેરોમીટર, એબિઅન્ટ લાઈટ અને એક પ્રોક્સિમિટી સેન્સર સામેલ છે.સિક્યોરિટી માટે ફોનમાં રિયર-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને સાથે તેમાં એક ડેડિકેટેડ ગૂગલ અસિસ્ટન્ટ બટન છે.184.5ગ્રામ વજનના આ ફોનનું ડાયમેન્શન 159.6x77x8.69 MM છે.

Download Our B K News Today App



Related News