વશી વિસ્તારમાં 36 વર્ષનો એક પુરુષ નોકરી કરીને ઘેર જઈ રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 13:19:58
  • Views : 478
  • Modified Date : 2019-09-27 13:19:58

વશી વિસ્તારમાં 36 વર્ષનો એક પુરુષ નોકરી કરીને ઘેર જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેને આંતરીને તેનું અપહરણ કરીને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિત પુરુષને સંખ્યાબંધ સર્જરી કરાવવી પડી છે. વશી પોલીસે જણાવ્યા મુજબ તેને શંકાસ્પદ હુમલાખોરોની શોધ છે. પુરુષ નોકરી કરીને ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સ્થાને સિગારેટ પીવા ઊભો રહ્યો હતો.આવા એકાંત સ્થળે પુરુષને બદમાશો ઝાડીમાં ખેંચી ગયા હતા. પાંચ હુમલાખોરોએ તેને માર મારીને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એક ખાનગી હોસ્પિટલમાં પીડિતને સારવાર અપાઈ રહી છે. પીડિત પુરુષના કુટુંબીજનોએ સંપર્ક કરતાં પોલીસ કલમ 377 હેઠળ કેસ નોંધીને તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ આધારે બદમાશોને શોધી રહી છે. પીડિતે જણાવ્યું હતું કે 25થી 30 વર્ષની ઉંમરના હુમલાખોરો કેફી દ્રવ્યોનો નશો કરેલી હાલતમાં હતા.ત્રિપુરાના પાટનગર અગરતલા ખાતે 32 વર્ષની એક મહિલાનું અપહરણ કરીને તેના પર નવ વ્યક્તિ દ્વારા સામૂહિક દુષ્કર્મ થયું હતું અને તે પછી રસ્તા પર રઝળતી મૂકી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે રાતે મહિલા હોસ્પિટલેથી ઘેર રિક્ષામાં પાછી ફરી રહી હતી ત્યારે ઓટો રિક્ષાચાલકે જ તેનું અપહરણ કર્યું હતું અને ઓટો ડ્રાઇવર સહિતના નવ વ્યક્તિએ તેના પર દુષ્કર્મ આચરીને રાતના અંધારામાં જ રસ્તા પર મૂર્છિત અવસ્થામાં રાતે સાડા અગિયાર વાગે રઝળતી મૂકી દીધી હતી. પરોઢિયે મૂર્છિત અવસ્થામાં રસ્તા પરથી પસાર થઇ રહેલા લોકોને તે મળી આવી હતી. ત્રિપુરા પોલીસ નવ પૈકીના છ આરોપીની ધરપકડ કરી ચૂકી છે. બાકીના આરોપીઓની શોધ ચાલુ છે.


Download Our B K News Today App



Related News