પૈસાના અભાવે કોઇ ગરીબ વિદ્યાર્થીનું ભણતર નહીં છૂટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-07 18:26:02
  • Views : 209
  • Modified Date : 2024-11-07 18:26:02

મોદી સરકારે દેશના મધ્યમ વર્ગ અને યુવાનોને મોટી રાહત આપી છે, જેઓ પૈસાના અભાવે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેતા હતા અથવા તો આગળ ભણી શકતા ન હતા. મોદી કેબિનેટે આવા યુવાનો અને મધ્યમ વર્ગને 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. હકીકતમાં, કેબિનેટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ લોન આપવાની જાહેરાત કરી છે. 10 લાખ સુધીની લોન માટે કોઈ ગેરેન્ટરની જરૂર પડશે નહીં. લોનના વ્યાજમાં સબસિડી પણ આપવામાં આવશે. આવો તમને એ પણ જણાવીએ કે સરકાર દ્વારા કેવા પ્રકારની જાહેરાત કરવામાં આવી છે.કેબિનેટમાં નિર્ણય લેતા કેન્દ્ર સરકારે યુવાનોને ગેરંટી વગર 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. સરકારના નિર્ણય અનુસાર, વિદ્યાર્થીઓને 3 ટકાના વ્યાજમાં રાહત સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જોકે, સરકારે આ લોનની ઉપલી મર્યાદા નક્કી કરી નથી. આ લોનની રકમ જરૂરિયાત મુજબ વધારી પણ શકાય છે. આ લોન એવા લોકોને આપવામાં આવશે જેમના પરિવારની કુલ આવક 8 લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી છે. સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હવે પૈસાની અછતને કારણે કોઈપણ પરિવારના હોનહાર બાળકે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડશે. તે પોતાના સપનાઓને સરળતાથી પૂરા કરી શકશે.હકીકતમાં, સરકારે PM વિદ્યાલક્ષ્મી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, ગરીબ પરિવારોના એવા હોનહાર વિદ્યાર્થીઓ કે જેઓ પૈસાના અભાવે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી અથવા અધવચ્ચે જ છોડી રહ્યા છે તેમને આર્થિક સહાય આપવામાં આવશે. આ સ્કીમ માત્ર છોકરીઓ માટે જ નહીં પરંતુ છોકરાઓ માટે પણ હશે. આ યોજના એવા બાળકોને આગળ વધવા અને ભણવા માટે પ્રેરિત કરશે જે પૈસાના અભાવે આમ કરી શકતા ન હતા.

 

Download Our B K News Today App



Related News