નીતિન ગડકરીએ ફરી કર્યું મોટું એલાન, કાર ખરીદવાનું વિચારતા લોકો થઈ જશે ખુશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 17:18:10
  • Views : 640
  • Modified Date : 2022-04-14 17:18:10

 

હવે સામાન્ય માણસ પણ ખરીદી શકશે ઇલેક્ટ્રિક કાર 

નિતિન ગડકરીનું એલાન 

દેશને પોલ્યુશન ફ્રી બનાવવા માટે સરકારનું પગલું 

​​​​​​​હવે સામાન્ય માણસ પણ ખરીદી શકશે ઇલેક્ટ્રિક કાર 

દેશને પોલ્યુશન ફ્રી બનાવવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનો પર વધારે ભાર મૂકી રહી છે. આ જ કારણે જુના પેટ્રોલ ડીઝલ વાહનોને પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. 

 

ઇલેક્ટ્રિક વાહનોની કિંમત વધારે હોવાને કારણે તે માત્ર હાઈ ક્લાસ લોકો જ ખરીદી શકે છે. સમસ્યાને જોતા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હવે ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય માણસની પહોંચમાં લાવવાની ઘોષણા કરી છે, જેથી ઇલેક્ટ્રિક વાહન કારોબારને ફાયદો થવાની સાથે સાથે નવા વર્ષ વાહનોનું વહેંચાણ પણ વધશે. 

નિતિન ગડકરીનું એલાન 

નીતિન ગડકરીએ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત એ સ્તર પર આવી જશે જે તેમના પેટ્રોલ વેરિઅન્ટની બરાબર હશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર EV ચાર્જિંગ સુવિધાઓને વિસ્તારવા માટે કામ કરી રહી છે. ગડકરીએ વધુમાં કહ્યું કે અમે 2023 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનાં બિઝનેસમાં ક્રાંતિ લાવવા માટે કામ કરીશું. આ કારણે સરકાર મુખ્ય હાઈવે પર 600 થી વધુ ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરી રહી છે. 

દેશને પોલ્યુશન ફ્રી બનાવવા માટે સરકારનું પગલું 

પરિવહન  મંત્રીએ કાર્યક્રમમાં કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોની પ્રતિ કિમી કિંમત પેટ્રોલ અને ડીઝલ કરતા અડધાથી પણ ઓછી હશે. જેના કારણે ઈલેક્ટ્રિક વાહનોની ઘણી ખરીદી થઈ રહી છે. તેમણે કહ્યું કે કેટલાક ઇલેક્ટ્રિક વાહનો  માત્ર 1 રૂપિયા પ્રતિ કિમીના દરે મુસાફરી કરશે. માત્ર થોડા જ દિવસોમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલ વાહનોની જેમ સામાન્ય માણસના બજેટમાં હશે.
 

 

 

Download Our B K News Today App



Related News