હડમતીયા પાસે નીલગાય ટકરાતા બાઈક ચાલકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 15:48:57
  • Views : 602
  • Modified Date : 2020-01-07 15:48:57

ગાંધીનગરના હડમતીયા પાસે એક આધેડને નીલગાય અડફેટે લેતા ઈજાઓ પહોંચી હતી અને જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.ગાંધીનગર શહેરમાં નીલગાયનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. આ નીલગાય દ્વિચક્રી વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. ત્યારે સરગાસણ હડમતીયા પાસે સાંજના સુમારે ઘરે જઈ રહેલા પ્રવિણભાઈ રામભાઈ પટેલ (ઉ.વ.૫૦)ને નીલગાય અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં તેમજ ત્યારબાદ વધુ સારવાર અર્થે સારવાર અર્થે સિવિલ ખાતે લાવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન પ્રવિણભાઈનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એકવાર આ રખડતી નીલગાયોને પગલે વધુ એક નાગરિકે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે. જેથી તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તેમજ આ  ઘટનાને લઇ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.



Download Our B K News Today App



Related News