નવો આદેશ ના થાય ત્યાં સુધી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રહેશે: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 10:51:24
  • Views : 317
  • Modified Date : 2020-12-07 10:51:24

રવિવાર રાત્રે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું. અમદાવાદમાં બીજો હુકમ ન થાય ત્યાં સુધી નાઈટ કર્ફ્યૂ ચાલુ રહેશે. રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના વધારે પ્રસરે નહીં તેટલા માટે અન્ય 3 શહેરમાં કર્ફ્યૂ વધારવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધી ગયા. સુરત અને વડોદરા, રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સોમવારે કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા અ્ને રાજકોટમાં લદાયેલા કર્ફ્યૂનું મૂલ્યાંકન થશે. અત્યારની સ્થિતિ પ્રમાણે કોરોનાના કેસ હજુ વધી રહ્યા છે, અપેક્ષા પ્રમાણે હજુ કોરોનાના કેસ નિયંત્રણમાં આવ્યા નથી. આવા સંજોગોમાં સરકારે અમદાવાદમાં તો કર્ફ્યૂના દિવસો વધારવાનું સરકારે મન બનાવી લીધું છે, પણ

સુરત, વડોદરા અને રાજકોટમાં સ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી નિર્ણય લેવાશે. જોકે ટોચનાં સૂત્રોના કહ્યા પ્રમાણે રાજ્યભરમાં કોરોનાના કેસ ઘડ્યા ન હોવાથી બાકીનાં 3 શહેરમાં પણ કર્ફ્યૂના દિવસો વધારાય તેવી શક્યતા છે. કોરોનાના વધી રહેલા કેસો મામલે 7મી ડિસેમ્બરે ગૃહ વિભાગની એક ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠકમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારવાનો નિર્ણય કરવામાં આવી શકે છે. 23 નવેમ્બરે રાત્રિ કર્ફ્યૂ લગાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું. કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News