નર્મદા નદીના પાણી તીર્થધામ ચાણોદમાં ઘૂસ્યા, બજારો-નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, NDRFએ 2 લોકોને રેસ્ક્યૂ કર્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 14:09:53
  • Views : 426
  • Modified Date : 2020-08-31 14:09:53

       સરદાર સરોવર ડેમ માંથી તબક્કાવાર 11 લાખ ક્યૂસેક સુધી પાણી છોડાતા નર્મદા નદી કાંઠા કિનારાના ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સતત વધી રહેલા જળ પ્રવાહથી ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદમાં પાણી ઘૂસી ગયા છે. નર્મદા નદી પરના તમામ ઘાટો પાણીમાં ગરકાવ થયા બાદ ચાણોદના બજારો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. સાવચેતીના ભાગરૂપે દુકાનદારોએ માલસામાન ખસેડીને દુકાનો ખાલી કરી દીધી છે. NDRFની ટીમે ફસાઇ ગયેલા 2 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતામધ્યપ્રદેશના ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમ સહિતની જળરાશી સરદાર સરોવર નર્મદા ડેમ ઠલવાઇ રહી છે, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતાં નર્મદા નદીમાં 11 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે તીર્થધામ ચાણોદમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા છે. નર્મદા નદીના પૂરના પાણી ચાણોદના મુખ્ય બજારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પગથિયા સુધી પહોંચી ગયા છે. પૂર્વ વિસ્તારમાં ભાથુજી મંદિર અને ત્રિકમજી મંદિરના પાછળના દરવાજા સુધી પાણી પહોંચી ગયા છે..NDRFની ટીમે 2 લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યાNDRFની ટીમે 2 લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા. મલ્હારરાવ ઘાટ ખાતે આવેલા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં કામ કરતા પગી તેમજ તેમની પત્ની પાણીનો પ્રવાહ વધતાં બીજા માળે ફસાયા હતા. જેમને સુરક્ષિત રીતે NDRFની ટીમે રેસ્ક્યુ કર્યાં હતા.

Download Our B K News Today App



Related News