નવા ટ્રાફિક નિયમોના અમલની સમય મર્યાદા વધી, 30 ઓક્ટોબર સુધી મુદ્દત વધારાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 17:41:06
  • Views : 589
  • Modified Date : 2019-10-05 17:41:06

કેન્દ્ર સરકારના નવા ટ્રાફિનના નિયમોના અમલીકરણની સમયમર્યાદા ફરીથી વધારવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં લઈને આ મુદ્દતમાં વધારો કરાયો છે. મોટર વ્હીકલ અધિનિયમ 2019ના અમલની સમય મર્યાદા હવે 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે. નવા કાયદા હેઠળ વાહન ચાલકોને હેલ્મેટ પહે૨વાનું ફ૨જિયાત છે. ઉપરાંત PUC સહિતના દસ્તાવેજો સાથે રાખવાનો નિર્ણય અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ દંડની રકમને લઈને રાજ્યની પ્રજામાં જોવા મળી રહેલા રોષના પગલે રાજ્ય સરકારે હેલ્મેટ અને PUCના નિયમમાં 15મી ઓકટોબ૨ સુધીની રાહત આપી હતી.

15મી ઓકટોબ૨ની મુદતને હવે 10 દિવસ બાકી છે ત્યારે સ૨કારે સમીક્ષા કરી. 15મી ઓકટોબ૨ પછી દિવાળીના તહેવારોનો માહોલ હશે આ સમયે નવા કડક કાયદાનો અમલ થવાથી ઉહાપોહ થવાની આશંકા વ્યક્ત થઈ હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. જ્યારે બીજી તરફ તેવો પણ તર્ક થઈ રહ્યો છે કે, રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News