સિક્કિમમાં કુદરતી આફતોનું પૂર, વાદળ ફાટતા ઠેકઠેકાણે તબાહી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-05 16:45:17
  • Views : 105
  • Modified Date : 2023-10-05 16:45:17

મળતી માહિતિ મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે તો 23 સૈનિકો સહિત 102 લોકો લાપતા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. ઘાયલોની સંખ્યાનો આંકડો હજુ 23 બતાવાઈ રહ્યો છે. ઘટનાના પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કે જેમાં NDRFની ટીમ સહિત સ્થાનિક પ્રશાસન પણ તેમા જોતરાયું છે. સિક્કિમમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. કૂદરતી આફતોના આ પૂરમાં ઠેકઠેકાણે તબાહી થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે મુજબ સ્થાનિક લોનાક તળાવ વધારે પડતા પાણીના પ્રવાહ વચ્ચે ફાટતા તિસ્તા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ હતું.મળતી માહિતિ મુજબ આ ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે તો 23 સૈનિકો સહિત 102 લોકો લાપતા હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. ઘાયલોની સંખ્યાનો આંકડો હજુ 23 બતાવાઈ રહ્યો છે. ઘટનાના પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે કે જેમાં NDRFની ટીમ સહિત સ્થાનિક પ્રશાસન પણ તેમા જોતરાયું છે.વાદળ ફાટવાની આ ઘટના વચ્ચે નેશનલ હાઈવે નંબર 10 ધોવાઈ ગયો હતો. તિસ્તા નદીમાં પાણીનો પ્રવાહ પણ વધીને 15 થી 20 ફૂટ પર પોહચી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સિક્કિમના મુખ્યપ્રધાન પ્રેમસિંહ તમાંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી હતી અને રેસ્ક્યુ થી લઈ મદદ સુધીની તમામ કામગીરીની ખાતરી આપી હતી. જણાવવું રહ્યું કે આજે પણ સિક્કિમમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 48 કલાક સુધી ભારે વરસાદ સિક્કિમમાં પડી શકે છે.

Download Our B K News Today App



Related News